________________
૨૯. શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ
મહાજનોની પરંપરા : કસ્તુરભાઈની દસમી પેઢીએ થયેલા શાંતિદાસ ઝવેરીને શહેનશાહ અકબરના ફરમાનથી અમદાવાદનું નગરશેઠપણું મળ્યું હતું. શાહી સન્માન, સંપત્તિ અને ધર્મપ્રેમ માટે તેઓ એક અજોડ પુરુષ હતા, એ હકીકત તેમણે શાહજહાંને મયૂરાસન બનાવવા માટે આપેલ મોટી રકમના ઐતિહાસિક પુરાવા પરથી સહેજે જાણી શકાય છે. આ પરંપરામાં શેઠ હેમાભાઈના મોટા ભાઈ મોતીચંદ થયા જેમના પૌત્રના પૌત્ર શેઠ લાલભાઈ થયા, જે શ્રી કસ્તુરભાઈના પિતાશ્રી થાય. શેઠ લાલભાઈએ ઈ. સ. ૧૮૯૬ માં રાયપુર મિલની સ્થાપના કરી. આ રીતે કસ્તુરભાઈને ગળથૂથીમાંથી જ કાપડઉદ્યોગના સંસ્કાર પ્રાપ્ત થયેલા. શેઠ શ્રી લાલભાઈએ પોતાના ૫૭ વર્ષના ટૂંકા આયુષ્યમાં પણ આખા કુટુંબની ચાહના મેળવી હતી અને ઘરના નાનામોટા બધા જ સભ્યો તેમની આમન્યા રાખતા. વિનય, વિવેક, વ્યવસ્થા અને શિસ્તપાલનના તેઓ ખાસ હિમાયતી હતા. શેઠશ્રી લાલભાઈના ઘેર, મોહિનીબાની કૂખે તા. ૧૯–૧૨–૧૮૯૪ ના રોજ અમદાવાદમાં કસ્તુરભાઈનો જન્મ થયો હતો.
બાળપણ અને શિક્ષણ : કસ્તુરભાઈને બે ભાઈઓ અને ચાર બહેનો હતાં. નાના ભાઈ નરોત્તમભાઈ સાથે તેઓ પતંગ, ક્રિકેટ વગેરે રમતો રમતા. આર. સી.
૨૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org