________________
દાનવીર શ્રી મેઘજીભાઈ પેથરાજ
૨૪૧
એમનામાં સૂક્ષ્મ વિનોદવૃત્તિ પણ હતી. તેઓ વાતાવરણમાં હળવાશ પણ લાવી શકતા.
શ્રી ગોહેલ, શ્રી સી. યુ. શાહ વગેરે જેવા બાહોશ સાથીઓ એમને મળ્યા હતા.
અંતિમ દિવસો : મેઘજીભાઈનું આરોગ્ય એકંદરે સારું રહેતું, તો પણ ભાવિનાં એંધાણ મળી ગયાં હોય તેમ એ છેલ્લે છેલ્લે કહેતા કે, “હમણાં તો આરોગ્ય સારું છે. પણ ૬૦ વર્ષ થયા પછી શું થશે તે કેમ કહી શકાય ?'
અને બન્યું પણ એવું જ. તારીખ ૩૦-૭–૧૯૬૪ ને ગુરુવારે સવારે રોજના ક્રમ મુજબ એ વહેલા ઊઠી ગયા. પોતાની મેળે ચા કરી અને મણિબહેનની સાથે બેસીને પીધી. દસ વાગે ગભરામણ થવા લાગી. ડૉકટર આવ્યા, તપાસીને દવા આપી. અગિયાર વાગે કૉફી પીધી. પણ ત્યારપછી એકાએક તબિયત લથડતી ગઈ. હૃદયરોગનો હુમલો થઈ ચૂક્યો હતો. વધુ કંઈક ઇલાજ કરે ત્યાર પહેલાં પોણા બાર વાગે એ નશ્વર દેહને છોડી ચાલી નીકળ્યા.
એ ગયા, પરંતુ પાછળ અદ્ભુત સુવાસ મૂકતા ગયા. મણિબહેને ત્યારે મનોબળ દાખવી, એમણે આદરેલાં કાર્યો-ટ્રસ્ટો વ્યવસ્થિત ચાલે તે જોવામાં પોતાનું મન પરોવ્યું. એમની પાછળ કોઈ સ્મારક રચવાની પણ એમણે રજા ન આપી, કારણ કે એમણે આદરેલાં કાર્યો એ જ એમનાં સાચાં સ્મારક હતાં. મેઘજીભાઈ ફાઉન્ડેશન તરફથી કેન્યા સરકારને તબીબી અને શિક્ષણ કેન્દ્રો વધારવા માટે એક લાખ પાઉન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી.
મહાન પુરુષો એમનાં કાર્યોથી જ અમર બને છે. મેઘજીભાઈ આવા એક મહાન સેવાભાવી, ઉદ્યમી, દાનવીર અને સ્વાશ્રયી પુરુષ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org