________________
કોષ્ઠીવર્ય શ્રી કસ્તુરભાઈ લાલભાઈ
૨૦૭
આ ત્રણેય પ્રસંગોમાં કસ્તુરભાઈએ પોતાની વ્યવહારકુશળતા, ખંત, પ્રામાણિકતા, ઉદારતા, દીર્ધદષ્ટિ અને નિષ્ઠાથી કાર્ય કરવાની શક્તિનો સૌને પરિચય કરાવ્યો. હજુ ૨૭ વર્ષની ઉંમરે માંડ પહોંચેલા આ યુવાન ઉદ્યોગપતિની હોશિયારીથી સૌ પ્રભાવિત થયા. કસ્તુરભાઈને પોતાને પણ પોતાની કાર્યશક્તિમાં વિશ્વાસ આવ્યો, જેથી આગળનાં કાર્યો માટેના સાહસની પ્રેરણા મળી. ફળરૂપે તેમણે રૂ. બાર લાખની મૂડીથી અશોક મિલ ચાલુ કરી. પ્રારંભિક મુશ્કેલીઓને પાર કરીને મિલ સ્થિર થઈ, જે આજે ઉચ્ચ કક્ષાના કાપડનું ઉત્પાદન કરે છે.
વળી, કોંગ્રેસના અધિવેશનમાં શ્રી મોતીલાલ નેહરુ વગેરે નેતાઓએ કસ્તુરભાઈને ત્યાં જ ઉતારો રાખ્યો હતો. આથી કસ્તુરભાઈને તેમના સાંનિધ્યનો લાભ મળ્યો. આ નેતાઓની દિનચર્યા જોઈને કસ્તુરભાઈએ તેમાંથી પોતાના જીવનને મહાન બનાવવાનો સંકલ્પ કર્યો અને સાથે સાથે રાષ્ટ્રપ્રેમના સંસ્કારોને દઢ કર્યા. ઈ. સ. ૧૯૨૧માં વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા. તેમણે પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે નાખેલી ટહેલમાં લાલભાઈ કુટુંબ તરફથી રૂ. ૫૦,૦૦૦ (પચાસ હજાર)નું દાન આપવામાં આવ્યું.
આમ રાષ્ટ્રપ્રેમની વૃદ્ધિ, દાનશીલતાનો પ્રારંભ અને દક્ષ વહીવટ દ્વારા ઉદ્યોગને સ્થિર અને સધ્ધર કરવાની કસ્તુરભાઈની ક્ષમતાનો આપણને આ વષમાં અનુભવ .. થાય છે.
ધારાસભ્ય અને વિષ્ટિકાર તરીકેઃ ઈ. સ. ૧૯૨૨માં સરદાર વલ્લભભાઈએ તેમનું નામ દિલ્હીની વડી ધારાસભામાં મિલમાલિક મંડળના પ્રતિનિધિ તરીકે સૂચવ્યું અને અનેક પ્રયત્નો દ્વારા કસ્તુરભાઈ ચૂંટણીમાં વિજયી નીવડ્યા. આ હોદ્દાની રૂએ તેમને પાર્લમેન્ટની કાર્યવાહીનો સારો એવો અનુભવ મળ્યો. બ્રિટિશ સરકાર તરફથી તેઓ ઉદ્યોગો, રૂની ખરીદી કે કાપડની નીતિ અંગેની કાર્યવાહી કરતી વિવિધ કમિટીઓમાં નિમાયા. આઝાદી પછી પણ શ્રી. જવાહરલાલ નેહરુની સૂચનાથી ઉદ્યોગ, બેંકિંગ, જાહેર સરકારી સાહસો અને રિઝર્વ બેન્કને લગતી અનેક બાબતોમાં કસ્તુરભાઈએ વિવિધ હોદ્દાઓ પર રહીને સારી કામગીરી બજાવી. આ સમસ્ત કાર્યવાહી દરમિયાન તેમનું દીર્ધદષ્ટિપણું, પ્રામાણિકતા અને રાષ્ટ્રહિતને લક્ષમાં રાખીને કામ કરવાની પદ્ધતિથી સર્વત્ર તેમનો યશ વિસ્તરતો ગયો. રૂની ખરીદી તથા કાપડનીતિ ઘડવાની બાબતમાં તો તેમનો મુકાબલો કરી શકે તેવો ભારતભરમાં તે સમયે ભાગ્યે જ બીજો કોઈ પુરુષ હશે, એમ તજજ્ઞોનું માનવું હતું.
નવા ઉદ્યોગ ભણીઃ પિતાના મૃત્યુ બાદ ૧૯૧૨ થી ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ત્યાં સુધી કસ્તુરભાઈએ ટેસ્ટાઇલ ઉદ્યોગ પૂરતી જ પોતાની આર્થિક પ્રવૃત્તિ સીમિત રાખી હતી. હવે મોટા કુટુંબના સભ્યોને એક જ ઉદ્યોગમાં સમાવવાની તેમજ ભારતના ઉદ્યોગીકરણની દષ્ટિએ વૈવિધ્યીકરણની જરૂરિયાત ઊભી થઈ હતી. ૧૯૩૭ થી કાંજીના ઉદ્યોગ પ્રત્યે તેઓનું ધ્યાન હતું પણ ૧૯૪૬માં જ્યારે તેમને અમેરિકા જવાનું થયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org