________________
૧૧૮
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો તિમિર તમામ સ્થળે ખવરાવ્યું, હિત-અહિત જરાય ન જણાયું,
અંધકારમાં પ્રકાશને પ્રગટાવજો રે. ગુરૂ૦ ૨ દર્દીના છે અનેક દોષો, જડતા સામું કદી નવ જોશો;
વિશાળ દષ્ટિ કરીને અમી વરસાવજો રે. ગુરૂ૦ ૩ ઊર્ધ્વ સ્થાન શુભવૃત્તિ ચડે છે, અનેક વિધનો આવી નડે છે;
આ અગવડની સરસ દવા સમજાવજો રે. ગુરુ. ૪ અલગ રહે અકળામણ મારી, નિર્બળતા રહે સદાય ન્યારી;
દયા કરી ગુરુ એવી ચાંપ દબાવજો રે. ગુરુ૦ ૫ અંજન નેત્રો અજબ લગાવો, સત્ય રહસ્ય મને સમજાવો;
શંકા ફરી ઊપજે નહિ એમ શમાવજો રે. ગુરુ૦ ૬ જન્મ મરણ જાયે ગુરુ મારાં, નીકળીને દોષો રહે ન્યારા; સંત શિષ્ય’ને એવું સ્વરૂપ સમજાવજો રે. ગુરુ૦ ૭
- વિરલ
(રાગ–પીલ અથવા આશા) આતમ દરશન વિરલા પાવે, દિવ્ય પ્રેમ વિરલા પ્રગટાવે, ટેક એ મારગ સમજે જન વિરલા, વિરલાને એમાં રસ આવે. આમ સદ્ગુરુસંગ કરે કોઈ વિરલા, અમૃત ફલ કોઈ વિરલા ખાવે. આમ અંતરમાં જાગે જન વિરલા, કર્મદળોને વિરલા હઠાવે. આમ તજવાનું ત્યાગે કોઈ વિરલા, જ્ઞાન નદીમાં વિરલા નહાવે. આમ આતમ રમણ કરે કોઈ વિરલા, અમરબુદ્ધિ વિરલા અજમાવે. આમ સમજે આત્મસમાં સહુ વિરલા, ધ્યાન પ્રભુનું વિરલા ધ્યાવે. આમ અર્પી દે પ્રભુ અર્થે વિરલા, “સંત શિષ્યવિરલા સમજાવે. આમ
(ગદ્યવિભાગ) અધ્યાત્મ બોધ :
(૧) જીવન અને ધન : વિવેકપૂર્વકની વિચારણા: માણસના જીવન માટે પૈસા છે, પૈસા માટે માણસનું જીવન નથી. જગતમાં દેખાતું બધું સૌંદર્ય આભાને લીધે છે. શરીર અને આભૂષણોની કિંમત આભાને લીધે છે. આત્માનું અનિષ્ટ કરી જડ લક્ષ્મી પાછળ દોડનાર પાગલ છે, મૂર્ખ છે.
હૃદયમાં માણસાઈના દીવા પ્રગટાવજો અને પરમાત્માના સ્મરણથી તે પવિત્ર સ્થળે થોડી વાર વિરામ લેતાં શીખજો. .. . ફક્ત પેટ ભરવા માટે રાતદિવસ વ્યવસાયમાં ઘાણીના બેલની માફક જોડાવું અને પ્રજા વધારવી, તેના માટે ચિંતાઓ સેવવી, તેના અર્થે અનેક વિટંબણાઓ વેઠવી અને છેવટે કશું મેળવ્યા વિના બધું છોડીને ચાલ્યા
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org