________________
કવિરત્ન શ્રી નાનચંદ્રજી મહારાજ
શિષ્ટ, સંસ્કારી અને આધ્યાત્મિક સાહિત્યનું સર્જન : સુંદર કાવ્યો રચવાની જન્મજાત શક્તિ અને પ્રાર્થનાના વિશિષ્ટ અભ્યાસને લીધે તેઓએ ધર્મ-આરાધનાને લગતાં લગભગ ૪૦૦ સુંદર ગેય પદોની વિવિધ છંદોમાં રચના કરી છે, જે ‘ પ્રાર્થના મંદિર' અને ‘સુબોધ સંગીતમાળા’(ભાગ ૧-૨-૩)માં પ્રસિદ્ધ થયાં છે. આ ઉપરાંત તેઓએ લખેલા-સંપાદિત કરેલા ‘સંસ્કૃત કાવ્યાનંદ (ભાગ ૧-૨-૩) તથા ‘માનવતાનું મીઠું જગત' નામના ગ્રંથો પણ પ્રકાશિત થયા છે. તેઓની સાહિત્ય પ્રસાદીનો રસાસ્વાદ થઈ શકે તે આશયથી કેટલીક રચનાઓ નીચે રજૂ કરી છે :
પવિભાગ પ્રાર્થના
(હરિગીત અથવા ભૈરવીની ઢબ)
હે નાથ! ગ્રહી અમ હાથ રહીને સાથે માર્ગ બતાવજો, નવ ભૂલીએ કદી કષ્ટમાં પણ પાઠ એહ પઢાવજો; પ્રભુ, અસત્ આચરતાં ગણી નિજબાળ સત્ય સુણાવજો, અન્યાય, પાપ, અધર્મ ન ગમે સ્વરૂપ એ સમજાવજો. બગડે ન બુદ્ધિ કુટિલકાર્યે બોધ એહ બતાવજો, વિભુ ! જાણવાનું અજબ રીતે જરૂર જરૂર જણાવજો; સહુ દૂષિત વ્યવહારો થકી દીનબંધુ દૂર રખાવજો, છે યાચના અમ કર થકી સત્કાર્ય નિત્ય કરાવજો.
૧
૨
પ્રભુ ! સત્ય-ન્યાય—દયા—વિનય-જળ હૃદયમાં વરસાવજો, બદનામ કામ હરામ થાય ન એહ ટ્રેક રખાવજો; હે દેવના પણ દેવ! અમ ઉર પ્રેમ પૂર વહાવજો, પાપાચરણની પાપવૃત્તિ હે દયાળ ! હઠાવજો. સુખ–સંપ-સજ્જનતા–વિનય–યશ ૨સ અધિક વિસ્તારજો, સેવા ધરમના શોખ અમ અણુ અણુ વિશે ઉભરાવજો; શુભ ‘સંત શિષ્ય ’' સધાય શ્રેયો એ વિવેક વધારજો, આનંદ મંગળ અર્પવાની અરજને અવધારજો. ૪
Jain Education International
૩
ગુરુ મહારાજને વિનંતિ
ગુરુ મુક્ત થવાનો અપૂર્વ માર્ગ બતાવજો રે,
બતાવી ગુપ્ત રહસ્યો, નહિ જાણેલ જણાવજો રે. ટેક ગંડુ બની બહુ કાળ ગુમાવ્યો, અથડામણનો પાર ન આવ્યો; લાયકાત ગુરુ નાલાયકમાં લાવજો રે. ગુરુ૦ ૧
For Private & Personal Use Only
૧૧૭
www.jainelibrary.org