________________
૧૧
દાનવીર જૈનકુલભૂષણ શેઠ શ્રી મણિધૈદ (જે. પી.) ચાલુ રહી હતી. દરરોજ સવારે ગુજરાતી જૈન મંદિરમાં જઈ, સ્નાન કરી, પૂજાપ્રક્ષાલન અને જપ વગેરે કરતા. ૧૫ વર્ષની ઉંમરથી તેમણે નિયમિત સ્વાધ્યાય વગેરે કરવાનો પણ પ્રારંભ કરી દીધો.
માણિકચંદે વિ. સં. ૧૯૨૪ સુધી તો મોતી, રત્ન વગેરે પારખવાની કામગીરીમાં સારી સંપત્તિ એકત્ર કરી લીધી. આથી તેમણે સંવત ૧૯૨૫માં સ્વતંત્ર રીતે ઝવેરી તરીકેનો વેપાર શરૂ કરી દીધો. વીસા હુમડ દિગમ્બરોમાં સૌપ્રથમ ઝવેરાતનો ધંધો શરૂ કરવાનું શ્રેય તેમને જ ફાળે જાય છે. ચારેય ભાઈઓ પોતાની આવકની અમુક ટકા રકમ ધર્માદા ખાતે વાપરતા અને બાકીની રકમ પિતાજીને સોંપી દેતા. બધા ભાઈઓમાં માણિકચંદજી શેઠને દાનની સર્વોત્તમ રુચિ હતી.
વિ. સં. ૧૯૨૭માં આ ભાઈઓએ મુંબઈમાં પેઢી શરૂ કરવાનું વિચાર્યું. માણિક- ચંદ તથા પાનાચંદને વિશેષ પુણ્યાધિકારી અને તેજસ્વી જાણીને તે બન્નેનાં નામ પરથી
માણિકચંદ પાનાચંદ ઝવેરી' નામની પેઢીનો પ્રારંભ કર્યો. થોડાક જ વખતમાં આ પેઢીએ સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લીધી.
ઝવેરી કુટુંબનો બાહ્યાંતર વૈભવ : પૂર્વજન્મનાં વિશિષ્ટ પુણ્યોના ઉદયથી, સતત ઉદ્યમશીલતાથી અને પ્રમાણિકતા તેમજ નીતિમત્તાનાં સર્વોચ્ચ ધોરણોને અપનાવવાથી થોડા જ વર્ષોમાં શેઠજીની પેઢીની મુંબઈમાં, સમસ્ત ભારતમાં અને ધીમે ધીમે વિદેશોમાં પણ શાખ વધવા લાગી. શેઠ પાનાચંદ માલ ખરીદવામાં અને માણિકચંદ માલ વેચવામાં વિશેષ પ્રવીણ હતા. માણિકચંદ અત્યંત સત્યનિષ્ઠ હતા. તેઓ હંમેશાં કહેતા : ““સત્ય બોલો, સત્ય વ્યવહાર કરો, સત્યથી જ આપણે રૂપિયા કમાઈએ છીએ.” પેઢીની શરૂઆત થઈ ત્યારે શેઠ પાનાચંદ ૨૨ વર્ષના, માણિકચંદ ૧૯ વર્ષના, મોતીચંદ ૨૪ વર્ષના અને નવલચંદ ૧૬ વર્ષના હતા. બધા હળીમળીને ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કરતા. વિ. સં. ૧૯૩૨માં આ પેઢીને વેપારમાં વિપુલ ધનલાભ થયો, આથી પરદેશમાં પણ આ પેઢીની શાખાઓ ખોલવામાં આવી. ઇંગ્લેન્ડ અને યુરોપના અન્ય દેશો સાથેના વેપારમાં તાર દ્વારા માલનું વેચાણ થવા લાગ્યું. દર અઠવાડિયે પચાસ-પચાસ હજારનાં એક-બે પાર્સલો પરદેશ જતાં, જેના પર બમણો નફો થતો. પરદેશમાં તે વખતે હીરામોતી વગેરે પહેરવાનો નવો શોખ જાગ્યો હતો. તેથી સળંગ બે-ત્રણ વર્ષ પરદેશ સાથે આ પ્રમાણે વેપાર ચાલ્યો. પેઢીની ખૂબ પ્રતિષ્ઠા ફેલાઈ અને તેના માલની સુંદરતા અને સફાઈ સર્વત્ર અદ્વિતીય ગણાવા લાગી.
આમ જ્યારે આ ઝવેરી કુટુંબમાં એક બાજુ બાહ્ય વૈભવની વૃદ્ધિ થઈ રહી હતી ત્યારે સાથે સાથે વિનય, દાન અને સાદગીરૂપી ઉમદા અંતરંગ વૈભવમાં પણ વધારો થતો જતો હતો. માણિકચંદનો સ્વભાવ બીજા ભાઈઓ કરતાં વધારે મિલનસાર હતો. મુંબઈમાં આજીવિકા અર્થે આવતા જૈન ભાઈઓને તેઓ મદદરૂપ થતા. ઉત્તર તથા દક્ષિણ ભારતનાં સમસ્ત જૈન સમાજની સર્વાગીણ ઉન્નતિ થાય તેવાં કાર્યોમાં તેઓ ઉદાર દિલથી સહકાર આપતા. આમ થોડા જ વખતમાં મહાન દાનવીર તરીકેની તેમની કીર્તિ સર્વત્ર ફેલાઈ ગઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org