________________
૧૨
અર્વાચીન જૈન જયોતિર્ધરો
વિ. સં. ૧૯૩૫માં પિતા શ્રી હીરાચંદને લકવાની બીમારી થઈ અને વિ. સં. ૧૯૩૭માં તેમનો સ્વર્ગવાસ થયો. સ્વાભાવિક રીતે જ શેઠ માણિકચંદને પિતાના
સ્વર્ગવાસથી ભારે દુઃખ થયું. તેમની સ્મૃતિને કાયમી કરવા માટે તેઓએ દાન-ધર્મની વિશેષ પ્રવૃત્તિ કરવાનો દઢ સંકલ્પ કર્યો.
દાનપ્રવાહની સાથે સાથે: દાનશીલતા એ ગૃહસ્થ ધર્મનો મુખ્ય પાયો છે. દાન આપનાર પુરુષની વિશ્વમાં ભક્ત અને શૂર પછી તરત જ ગણના થાય છે. ધીમે ધીમે શેઠ શ્રી માણિકચંદનું એક મહાન દાનેશ્વરી તરીકેનું વ્યક્તિત્વ પ્રકટ થવા લાગ્યું. આજથી આશરે ૧૧૦ વર્ષ ઉપર તેમણે કરેલી મુખ્ય સખાવતો નીચે પ્રમાણે છે : (૧) તે વખતે અઢી લાખની કિંમતની “જ્યુબિલી બાગ' નામની આલીશાન
ઇમારતનું તેમણે સમાજને દાન કર્યું. આ ઇમારતની માસિક ભાડાની
આવક ૧૧૦૦ રૂપિયા હતી. (૨) પોતાના પિતાની સ્મૃતિમાં “શેઠ હીરાચંદ ગુમાનચંદ ધર્મશાળા (હીરા
બાગ)ના નિર્માણ માટે તેમણે રૂપિયા સવા લાખનું દાન કર્યું. આ ધર્મશાળાનું ઉદ્દઘાટન દિનાંક ૯–૧૨–૧૯૦૫ના રોજ સરકારી અમલદારો
અને જૈન-જૈનપ્રેમી જનતાની વિશાળ હાજરી વચ્ચે થયું હતું. (૩) સુરતમાં ચંદાવાડી ધર્મશાળા માટે રૂપિયા વીસ હજારનું દાન. (૪) પાલિતાણાના મંદિર તથા ધર્મશાળા માટે રૂપિયા ઓગણીસ હજારનું દાન. (૫) દિગમ્બર જૈન ડિરેક્ટરી માટે રૂપિયા દોઢ હજારનું દાન. (૬) અલ્હાબાદની બોર્ડિંગ માટે રૂપિયા પચીસ હજારનું દાન. (૭) અમદાવાદની બોડિંગ અને ઔષધાલય માટે રૂપિયા પંદર હજારનું દાન. (૮) સમેતશિખરજીના તીર્થોદ્ધાર માટે રૂપિયા દસ હજારનું દાન. (૯) છપ્પનિયા દુકાળ વખતે પીડાગ્રસ્તો માટે રૂપિયા પાંચ હજારનું દાન. (૧૦) કોલહાપુરમાં હીરાચંદ ગુમાનજી વિદ્યામંદિર માટે રૂપિયા બાવીસ હજારનું
દાન. આ વિદ્યામંદિરનું ઉદ્ઘાટન ઈ. સ. ૧૯૦૫માં કોલ્હાપુરના મહા
રાજાએ કર્યું હતું. (૧૧) જબલપુર બોર્ડિંગ માટે રૂપિયા ચોવીસ હજારનું દાન. (૧૨) સુરતમાં કન્યાશાળા માટે રૂપિયા પાંચ હજારનું દાન. (૧૩) આગ્રામાં બોડિંગ માટે રૂપિયા ચાર હજારનું દાન. (૧૪) કોલ્હાપુરમાં ચતુરભાઈ સભાગૃહ માટે રૂપિયા ચાર હજારનું દાન. (૧૫) હુબલીમાં બોડિંગ માટે રૂપિયા એક હજારનું દાન. (૧૬) રતલામમાં બોડિંગ માટે રૂપિયા પચીસ હજારનું દાન. (૧૭) મૂડબદ્રીના મંદિર માટે રૂપિયા એક હજારનું દાન ઇત્યાદિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org