________________
સમયદ્રષ્ટા શ્રી વિજયવલ્લભસૂરિ
આચાર્યશ્રીએ પૂછ્યું, ‘કેટલું ધન જોઈએ ?’ ‘ધણું, કોઈ દિવસ ન ખૂટે એવું; જેવું તમારી પાસે છે તેવું.’
૭૧
આ સાંભળી આચાર્યશ્રી પ્રસન્ન થયા. તેમણે મનમાં ધારેલું જ કે આ કિશોર હોનહાર લાગે છે. અને તે સાચું પડયું. બાળકે દીક્ષાની માંગણી કરી અને દક્ષ આચાર્યશ્રીએ તેની આશા યથાસમયે જરૂર પૂરી થશે તેવું આશ્વાસન આપી તેને વિદાય કર્યો.
દીના, શાસ્ત્રાભ્યાસ અને ગુરુવિયોગ : ઉત્તર ગુજરાતની રાધનપુર નગરી. અહીં જૈનોની ખાસી વસ્તી છે. વિ. સં. ૧૯૪૩માં પૂ. શ્રી આત્મારામજી મહારાજ તેમના શિષ્યો પ્રશિષ્યો સહિત ચાતુર્માસ માટે અહીં બિરાજમાન હતા. બાળક છગનલાલની મનોકામના પૂર્ણ થવાની હતી. કુટુંબીજનોની સંમતિ મળતાં વૈશાખ સુદ ૧૩ના રોજ મુનિ પૂ. શ્રી હર્ષવિજયજીના હાથે તેમને દીક્ષા આપવામાં આવી અને દાદા ગુરુએ નામ આપ્યું ‘મુનિ વિજયવલ્લભ’. ત્યાગમાર્ગના નવા નવા પ્રવાસી બનેલા નાના છગનલાલના લલાટમાં જનમનના વલ્લભ બનવાનું જ લખાયેલું હશે !
વિ. સં. ૧૯૪૩ માં રાધનપુર, વિ. સં. ૧૯૪૪ માં મહેસાણા અને વિ. સં. ૧૯૪૫માં પાલીમાં—એમ પહેલા ત્રણ ચાતુર્માસમાં મુનિજીવનની જપ, તપ, રસાસ્વાદત્યાગ, પ્રતિક્રમણ વગેરે વિવિધ ક્રિયાઓમાં મુનિ વિજયવલ્લભ (છગનલાલ) સ્થિર થતા ગયા. બીજી બાજુ ‘ભાઈજી મહારાજના માનભર્યા નામથી ઓળખાતા પોતાના ગુરુ પાસે ધીમે ધીમે વિવિધ શાસ્ત્રોમાં અવગાહન પણ કરતા ગયા અને ત્યાગીજીવન વિકાસના પંથે આગેકદમ બઢાવતા ગયા. આ સમય દરમ્યાન મુનિ વલ્લભને બે બાજુનું જોરદાર ખેંચાણ રહ્યા કરતું હતું.
હૃદયના સિહાસન પર તો પહેલા પ્રવચનથી જ બિરાજમાન કર્યા હતા દાદા ગુરુશ્રી આત્મારામજી મહારાજને, પણ સાથે સાથે દીક્ષાગુરુ શ્રી હર્ષવિજયજીની નાજુક તબિયતને લીધે મોટા ભાગે તેમની સેવામાં રહેવાની પણ એટલી જ જરૂર હતી. શાનવૃદ્ધિ થોડી મોડી થશે તો વાંધો નહિ પણ ગુરુજીની સેવા-શુશ્રુષામાં કંઈ પણ ખામી ન જ આવવી જોઈએ એમ માનનાર વલ્લભ ખડે પગે ગુરુસેવામાં રત રહી પોતાના અંતરમળને આ અંતસ્તાપ (વૈયાવૃત્ય) દ્વારા ખૂબ ઉત્સાહ અને ત્વરાથી સાફ કરી રહ્યા હતા.
વિ. સં. ૧૯૪૬ના ચોમાસામાં ગુરુજી સાથે દિલ્હીમાં મુકામ થયો. આ સમયે દાદાગુરુજીને અંબાલામાં યોમાસું હતું. સમસ્ત સંધ ને મુનિઓએ શ્રી હર્ષવિજયજીની સેવામાં કશી કચાશ નહોતી રાખી. તો પણ બીમારી અસાધ્ય રહી અને વિ. સં. ૧૯૪૬ના ચૈત્ર સુદ ૧૦ ના રોજ તેઓ કાળધર્મ પામ્યા. મુનિ વિજયવલ્લભના ઉદાસ દિલને સૌએ સાંત્વના આપી પણ તેનું અંતર તો દાદાગુરુ શ્રી આત્મારામજીના ચરણસાંનિધ્ય અને હૃદયવાત્સલ્ય વિના કયાંય પણ શાંતિ પામે તેમ નહોતું. પોતાના બે ગુરુ ભાઈઓ સાથે દિલ્હીના સંધની વિદાય લઈ તેમણે દાદાગુરુના નિવાસ-સ્થળ પ્રતિ પ્રયાણ કર્યું. તેમના ચરણકમળનો આશ્રય મળતાં જ અશ્રુધારાથી ગુરુવિરહની વાત
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International