________________
૧૭૪
અર્વાચીન જૈન જ્યોતિધરો
કરીને તેઓ આગમનો અભ્યાસ કરતા રહેતા. આમ તેમણે આગમ સિદ્ધાંત, દર્શન, જ્યોતિષ, આદિનું સારું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. તેમની કાવ્યશકિત પણ મુગ્ધ કરાવે તેવી હતી. તેમની કેટલીય કાવ્યરચનાઓ શ્રાવકવૃદમાં ગવાતી હતી.
ઇન્દોરના ચાતુર્માસ પછી તેમના ગુરુશ્રી જવાહરલાલજી મહારાજે પોતાના શિખ્યમુનિશ્રી ઘાસીલાલજીને વિશિષ્ટ વિદ્વાન બનાવવા માટે મહારાષ્ટ્ર-દક્ષિણ તરફ વિહાર કરવાનો સંકલ્પ કર્યો અને તે અનુસાર દસમો ચાતુર્માસ અહમદનગરમાં કર્યો. દક્ષિણ પ્રાંતમાં વિહાર કરતી વખતે મુનિશ્રીએ મરાઠી ભાષા શીખી લીધી, તેમજ સંત જ્ઞાનેશ્વર, તુકારામ, નામદેવ વગેરે દક્ષિણના પ્રસિદ્ધ સંતોનાં સાહિત્યનો અભ્યાસ કર્યો. તેમની અનેક રચનાઓ પણ કંઠસ્થ કરી લીધી. આ બધું તેમની તીવ્ર બુદ્ધિમત્તા, અદ્ભુત સ્મરણશક્તિ અને વિશાળ હૃદયનું દ્યોતક છે.
ત્યારબાદ અગિયારમો ચાતુર્માસ જુનેરમાં, બારમો ઘડનદીમાં, તેરમો જામગામ, ચૌદમો અહમદનગરમાં, પંદરમો ઘોડનદીમાં, સોળમો મિરીમાં તથા સત્તરમો ચાતુર્માસ હિવડામાં કર્યો. ત્યારબાદ દક્ષિણ ભારતમાં (મહારાષ્ટ્રમાં તેમણે ઘણા ચાતુર્માસ કર્યા. વિ. સં. ૨૦૦૦ પછી થોડા ચાતુર્માસ સૌરાષ્ટ્રમાં પણ કર્યા. વીરમગામનો પપમો ચાતુર્માસ પૂરો કરીને વિ. સં. ૨૦૧૪ની સાલથી તેઓ અમદાવાદમાં ચાતુર્માસ માટે પધાર્યા, ત્યાર પછી સતત ૧૬ ચાતુર્માસ સુધી અમદાવાદમાં જ સ્થિર થઈને આગમલેખનના ભગીરથ કાર્ય માટે રહ્યા. ગુરુકૃપા, સતત જ્ઞાનાભ્યાસ તથા સંયમની અદ્ભુત નિષ્ઠા દ્વારા મુનિશ્રી ઘાસીલાલજીએ વ્યાકરણ, ન્યાય, દર્શન અને સાહિત્ય ઉપરાંત કુલ ૧૬ જુદી જુદી ભાષાઓનું પ્રખર જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. તેઓશ્રીએ ભારતના ઘણા પ્રાંતોમાં ચાતુર્માસો કર્યા. એ દરમિયાન તેમના અગાધ જ્ઞાનનો અપૂર્વ લાભ જેન–જૈનેનરોએ મેળવ્યો. ભારતભરમાંથી અનેક મુમુક્ષુઓની વિનંતિઓને માન આપી તેઓશ્રીએ ૩૨ આગમોના અનુવાદનું કાર્ય આરંભ્ય. આ કાર્ય વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય એ માટે તેઓએ જીવનના અંત સુધી અમદાવાદમાં જ સ્થિરવાસ કર્યો.
આગમોના અનુવાદનું ભગીરથ કાર્ય તેઓશ્રીએ ૧૬ વર્ષના સતત પરિશ્રમ પછી પૂર્ણ કર્યું. તેઓશ્રીના જીવનકાળ દરમિયાન ૨૭ આગમો શાસ્ત્ર સ્વરૂપે ચાર ભાષામાં છપાઈ સમાજ સમક્ષ મુકાઈ ગયા છે અને તેનો લાભ સારા પ્રમાણમાં લેવાઈ રહ્યો છે. એમના આગમોના અનુવાદો ત્રિવિધ હતા. એવો પ્રયાસ જૈન સાહિત્યના ઇતિહાસમાં સર્વપ્રથમ જ ગણી શકાય. સૂત્રનો મૂળ પાઠ ગદ્ય-પદ્ય રૂપે પ્રથમ આવે, પછી તેની છાયા અને ટીકા સંસ્કૃતમાં આવે, પછી હિંદી-ગુજરાતી ભાષાંતરો આવે–આ પ્રકારની આગમ-સંકલનાની તેમની શૈલીને વિશાળ દષ્ટિવાળી, વિશિષ્ટ અને અપૂર્વ ગણી શકાય.
પૂજય ઘાસીલાલજી મહારાજે કરેલા ઉપકારનું પણ જૈન સમાજ કદીએ વાળી શકે તેમ નથી, કેમ કે તેમણે કરેલા પ્રયત્નના ફળરૂપે જ આજે દરેક જૈનબંધુ ગુજરાતી-હિંદી ભાષા દ્વારા પણ આગમોને વાંચી શકે છે. એક આગમોદ્ધારક તરીકે એમનો અપાર ઉપકાર સ્થાનક્વાસી જૈન સમાજ ઉપર વિશેષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org