________________
પ્રગતિશીલ આચાર્યશ્રી જવાહરલાલજી
માનવજીવનનો વિકાસ સુવર્ણની માફક તપવાથી થાય છે. મહાપુરુષોના જીવનમાં આવતી વિપત્તિઓ તેમના જીવનના સ્વાભાવિક પરિમાર્જન માટે હોય છે. બાળક જવાહરને બે વર્ષની વયે માતાનો અને પાંચ વર્ષની વયે પિતાનો વિયોગ થયો. તેથી તેના ઉછેર અને સંસ્કારની જવાબદારી મામા શ્રી મૂળચંદભાઈએ સ્વીકારી, જેઓ પોતે ગામમાં જ કાપડના વેપારથી પોતાની આજીવિકા ચલાવતા હતા.
૧૦૫
ચાંદલા ગામની આજુબાજુ ભીલ અને આદિવાસીઓની ઘણી વસ્તી હતી. તેથી ખ્રિસ્તી મિશનરીઓની એક શાળામાં જવાહરને મૂકવામાં આવ્યો. પુસ્તકો કરતાં પ્રકૃતિમાંથી વધારે શીખવાના સંસ્કાર આ બાળકમાં પહેલેથી જ હતા. તે ગુજરાતી, હિંદી અને થોડું ગણિત શીખ્યો, ત્યાં તો શાળા છૂટી ગઈ અને મામા સાથે દુકાનમાં બેસવાનું શરૂ થઈ ગયું. કાપડને ઓળખવાની કળામાં બાળક જવાહર થોડા જ સમયમાં એવો નિષ્ણાત થઈ ગયો કે ઘણા વર્ષોના અનુભવીઓ પણ આશ્ચર્ય પામતા. પ્રતિભા, સાહસ, એકાગ્રતા અને સતત ઉદ્યમથી થોડાં જ વર્ષોમાં બાળકની પોતાના વિષયની તજ્ઞતા આખા ગામમાં પ્રસિદ્ધ થઈ ગઈ. પરંતુ ભાવિનાં એંધાણ કંઈક જુદાં જ હતાં. જીવનના રંગો કોઈ નવી જ દિશા ધારણ કરવાના હતા. એટલે એક અણધાર્યો બનાવ બન્યો.
.
વૈરાગ્ય અને અંતરમંથન : બાળક જવાહર ૧૩ વર્ષની ઉંમરે પહોંચ્યો ત્યાં તો ૩૩ વર્ષની ઉંમરના તેના મામા-પાલક પિતા-એકાએક સ્વર્ગવાસી થઈ ગયા. આ શિરચ્છત્રરૂપ બનીને જીવનભર મારા માર્ગદર્શક અને રક્ષક બની રહેશે” એવી જેના માટે આશા સેવી હતી તે એકાએક ચાલ્યા જવાથી તેર વર્ષની ઉંમરના જવાહરના કોમળ હૃદય ઉપર વજ્રપાત જેવી અસર થઈ. વળી વિધવા મામી અને તેના પાંચ વર્ષના બાળક ઘાસીલાલની જવાબદારી પણ જવાહર ઉપર આવી પડી !
દુન્યવી દુઃખને વૈરાગ્યમાં પરિણત કરવાની જે શક્તિ આ બાળકમાં ઉત્પન્ન થઈ તે તેના પૂર્વસંસ્કારોની સાક્ષી પૂરે છે. તેના વિચારોની એક નોંધ નીચે મુજબ મળી આવે છે :
.
ચૈતન્ય આત્મા ! તારી આ ગંભીર ભૂલ છે કે અત્યાર સુધી પોતાને ભૂલતો રહ્યો. આટલો બધો કાળ વ્યતીત થવા છતાં પણ તેં ધર્મની વિશિષ્ટ આરાધના કરી નહીં. હવે તો મારી વાત માની લે અને પોતાની ભૂલ સુધારી લેવાનો ખરેખરો પ્રયત્ન કર. હવે તો તને અત્યંત અનુકૂળ અવસર પ્રાપ્ત થયો છે. આવો અવસર વારંવાર મળતો નથી, માટે પોતાની બધી શક્તિને ભેગી કરીને ભગીરથ પુરુષાર્થ કર અને પરમાત્માનાં ભજન અને સાંનિધ્યનો લાભ લઈ લે.’’
કોઈ કોઈ વાર જવાહરના માનસપટલ પરથી તેના નાનકડા જીવનનું ચલચિત્ર પસાર થઈ જતું. માતા ગઈ, પિતા ગયા, મામા ગયા. હવે દુકાનદારીમાં લાભ મેળવીને મારે શું પ્રયોજન સિદ્ધ કરવાનું છે ? મામી અને તેના બાળક માટે સામાન્ય વ્યવસ્થા થઈ શકે તેમ છે, તો હવે ગમે તેમ કરીને ગુરુની પ્રાપ્તિ કરી પ્રભુએ ચીંધેલા માર્ગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org