SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯. શ્રદ્ધેય શ્રી જિનેન્દ્ર વણ સર્વધર્મસમભાવ, સર્વ જીવો સાથે મૈત્રી ભાવના અને એકાંત અધ્યયન-ધ્યાનની રુચિથી વિભૂષિત જીવનવાળા શ્રદ્ધેયશ્રી જિનેન્દ્ર વર્ણજીને આ સદીની એક વિશિષ્ટ વિભૂતિ ગણી શકાય. જન્મ અને બાલ્યકાળ: શ્રી જિનેન્દ્ર વજીનો જન્મ વિ.સં. ૧૯૭૭ના જેઠ વદ– ૨ ના દિવસે પાણીપતના સુપ્રસિદ્ધ વકીલ શ્રી જયભગવાનને ત્યાં થયો હતો. શ્રી જયભગવાનજી જૈન વૈદિક, બૌદ્ધ તથા અન્ય દર્શનોનાં સારા જાણકાર હતા. શ્રી જિનેન્દ્રજીને કૌટુંબિક સંપદા તરીકે એમના પિતાની વિદ્વત્તા મળી અને શ્રી રૂપચન્ટ ગાર્ગીયના સંસર્ગથી ધાર્મિક શિક્ષણ મળ્યું. તેમના પિતાશ્રીને વકીલાત કરતાં સાહિત્ય-સાધના વિશેષ પ્રિય હતી, જે એમના પ્રતિભાસંપન્ન પુત્રમાં પણ ઊતરી આવી હતી. પોતાની બુદ્ધિશક્તિની પ્રતિભાથી તેમણે ઇલેકિટ્રકલ તથા રેડિયો વિજ્ઞાનમાં ઈજનેરની ડિગ્રી પ્રાપ્ત કરી. કર્મની વિચિત્રતાથી એમનું શરીર બચપણથી કૃશ, અસ્વસ્થ અને રોગગ્રસ્ત રહ્યા કરતું. ૨૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy