________________
પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી
અભ્યાસની સાથે સાથે તેમનું અધ્યાપનકાર્ય પણ ચાલુ જ હતું. પ્રથમ બે વર્ષ તો ગુરુજી પાસે અધ્યયન કરી તેના પુનરાવર્તન અને મનનમાં તેમણે સમય વિતાવ્યો, પણ પછીનાં બે વર્ષોમાં શીખવા સિવાયનો સમય, મનન ઉપરાંત સાથી છાત્રોના અધ્યાપનમાં જતો. આમ ૧૯૬૦ના ચૈત્રથી ૧૯૬૪ ના વૈશાખ સુધીમાં વ્યાકરણ, કાવ્ય, ન્યાય, અલંકાર અને કોશનું ઠીક ઠીક જ્ઞાન સંપાદન કરી લીધું.
નબળા વિદ્યાર્થીને અભ્યાસમાં મદદ કરીને અને ભણવામાં બહુ રસ નહીં ધરાવના મિત્રો પાસે પાઠનું પારાયણ કરાવીને સુખલાલજી તે પાઠ યાદ કરી લેતા. જે યાદ થતું તેનું પોતે જ પારાયણ કરી પાઠ તાજો રાખતા. આમ કરીને ૧૮,૦૦૦ શ્લોક પ્રમાણ સિદ્ધહંમ વ્યાકરણની ગૃહવૃત્તિ ૧૯૬૦ થી ૧૯૬૩ સુધીમાં પૂરી કરી.
વિ. સં. ૧૯૬૩ માં તેમણે સમ્મેત શિખરજી તથા પાલિતાણાની યાત્રાઓ કરી. તે પ્રવાસોથી તેમને ઘણો લાભ થયો.
૧૫૯
વિ. સ. ૧૯૬૫નું ચોમાસું પાલનપુરમાં આચાર્યવિજયવલ્લભસૂરિના સાંનિધ્યમાં પસાર કર્યું. ત્યાં તેમણે સાધુઓને ભણાવવાનું કાર્ય કર્યું. ત્યાંથી આબુ–દેલવાડાની યાત્રા કરી પુન: કાશી આવ્યા. કાશી પહોંચીને સં. ૧૯૬૬ માં તેમણે ક્વીન્સ કૉલેજની સંપૂર્ણ ન્યાય મધ્યમા પરીક્ષા આપવાનું નક્કી કર્યું. પરીક્ષામાં યોગ્ય લેખક ન મળવાથી તેમની મૌખિક પરીક્ષા લેવામાં આવી. વિષયના નિષ્ણાત તજ્જ્ઞ પંડિતોએ પ્રશ્નો પૂછ્યા અને પંડિતજીએ ઉત્તરો આપ્યા. પરીક્ષાનું પરિણામ તો પ્રથમ શ્રેણીમાં આવ્યું જ, અનેક પંડિતોનો પરિચય પણ થયો. તે તેમને અભ્યાસમાં અતિ ઉપયોગી નીવડયો.
વિ. સં. ૧૯૬૭માં ન્યાયના આચાર્યના પ્રથમ ખંડની અને પટણામાં મધ્યમાની એમ બે પરીક્ષાઓ આપી. સં. ૧૯૬૯ સુધીમાં ન્યાય—આચાર્યના ત્રણ ખંડો પૂરા કર્યા. ન્યાયના કઠણમાં કઠણ ગણાતા ગ્રંથોનો સ્વાધ્યાય કર્યો. શ્રી હર્ષનું ખંડન—ખંડખાદ્ય, મધુસૂદન સરસ્વતીની અદ્વૈતસિદ્ધિ અને ચિત્સ્વરૂપાચાર્યની ચિત્સુખી જેવા કઠિનતમ ગ્રંથોને તેઓ સહજભાવે સમજી શકતા. અધ્યયનની બાબતમાં સંતોષજનક પ્રગતિ સાધીને પંડિતજીએ કાશી છોડયું.
વિ. સં ૧૯૬૯ થી ૧૯૭૨ દરમ્યાન અનુક્રમે પાલનપુર, મહેસાણા, વડોદરામાં ચોમાસાં કર્યાં. શ્રીમાન હંસવિજયજી મહારાજ, આચાર્ય જિનવિજયજી, આચાર્ય લલિતવિજ્યજી, પં. ભગવાનદાસ, પં. હીરાચંદ, મુનિ પુણ્યવિજયજી વગેરેને તેમણે ભણાવ્યા. સં. ૧૯૭૩માં ગાંધીજી સાથે સાબરમતી આશ્રમમાં રહી ત્યાંનો પણ અનુભવ મેળવ્યો. સાહિત્યપ્રવૃત્તિનો પ્રારંભ : આજીવન સતત સાહિત્યોપાસનામાં નિષ્ઠા ધરાવનારા પંડિતજીએ ન્યાય, કર્મવાદ, જૈન સિદ્ધાંત, આચાર, યોગદર્શન, અધ્યાત્મવાદ, ભારતીય તત્ત્વવિદ્યા, ઇતિહાસ ઇત્યાદિ વિષયો ઉપર ૩૦ થી પણ વધારે ગ્રંથોનું લેખન-સંપાદન કરેલું છે. આ ગ્રંથો પ્રકાશિત પણ થયેલા છે, તેમના હિન્દી કે અંગ્રેજી અનુવાદોને દેશવિદેશના વિદ્રજજનો દ્વારા અધિકૃત ગણવામાં આવેલા છે. પંડિતજીએ સાહિત્યપ્રવૃત્તિનો પ્રારંભ અનુવાદથી કર્યો. આ પ્રવૃત્તિમાં સર્વપ્રથમ તેમણે કર્મગ્રંથોના હિન્દી અનુવાદ કરી પ્રકાશિત કરાવ્યા. આજે પણ તેમના એ અનુવાદોની બરાબરી કરી શકે તેવા કોઈ અનુવાદો હિન્દી કે ગુજરાતીમાં થયા નથી. આજે તો તે ગ્રંથો જૈન
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org