________________
દાનવીર શ્રી મેઘજીભાઈ પેથરાજ
૨૩૫
હતાશ વદને મેઘજીએ વિચાર્યું : શું હવે કદી પણ પરદેશ જઈ નહિ શકાય? મહામહેનતે માબાપે ટિકિટના પૈસા એકઠા કરેલા અને દીકરો પરદેશ જઈને પુષ્કળ ધન કમાઈ લાવશે, એ સ્વપ્નો રસેવતાં માબાપને શું મોં બતાવીશ ? શિક્ષકની નોકરીમાંથી તો રાજીનામું આપી દીધું હતું. હવે શું કરવું? ગામમાં જવું કે મુંબઈમાં જ રહી જવું? શું કરું અને શું નહિ?
થોડી વારે મેઘજીએ પોતાની જાતને સંભાળી લીધી. આમ એક પ્રસંગથી જીવનમાં હાર માની લેવાય નહિ. કોઈ પણ ભોગે આ પરદેશની યાત્રા ખેડવી જ જોઈએ. આ પ્રસંગથી એને જબરદસ્ત પાઠ મળ્યો કે જીવનના પથ પર સતત સાવચેત રહેવું. સામાન્ય માનવી સંજોગોને આધીન થાય છે પણ અસામાન્ય માનવી તો સંજોગો પર સવાર થાય છે. એણે વિચાર્યું : ગામમાં પાછું જવું અને ફરી પ્રયત્ન કરવો. ગામમાં કોઈને મ ન બતાડાય એવું કોઈ ખરાબ કામ તો એણે કર્યું નથી, પછી નાનમ શાની? પોતાની બેદરકારીની શિક્ષા પોતે જ ભોગવશે.
અને યુવાન મેઘજી ઘરે આવ્યા. બધાને ઘડીભર આશ્ચર્ય થયું. મેઘજીએ માંડીને વાત કરી. પણ હવે શું? મેઘજીએ કહ્યું, “પ્રારબ્ધ મારી કસોટી કરી રહ્યું છે. હું જો હિંમત હારી જઈશ તો જિંદગી આખી અહીં ગામઠી સ્કૂલમાં શિક્ષક તરીકે જ કામ કરવું પડશે. પરદેશ જવાની આવી તક ફરીફરીને મળવાની નથી.'
માતાપિતા પુત્રની મહત્ત્વાકાંક્ષા સમજી શક્યાં. એકાદ ઠોકરથી પુત્રની કારકિર્દીનો અંત આવી જાય એવું તો એય ઇચ્છતાં ન હતાં, પણ કરવું શું?
માતાને એ રાત્રો ઊંઘ ન આવી. આખરે મા તે મા !
રાણીબાઈએ સવારે પેથરાજભાઈ આગળ દરખાસ્ત મૂકી. આ દાગીના ખરે વખતે કામ ન આવે તો શું કરવાના? પેથરાજભાઈએ આ દરખાસ્ત કડવે મને સ્વીકારી લીધી. દાગીના ગીરો મૂકીને મેઘજીની ટિકિટની વ્યવસ્થા કરી અને છેવટે ઈ. સ. ૧૯૧૯ ના જુલાઈની ૧૮મી તારીખે મેઘજીએ મોમ્બાસાની ધરતી પર પગ મૂકયો.
ધંધાકીય પ્રવૃત્તિઓ અને આર્થિક પ્રગતિ : મોમ્બાસાની એક જાણીતી પેઢીમાં મેઘજી નામું લખનાર મહેતાજી તરીકે જોડાયા. આવડી મોટી પેઢીનું નામું મૂંઝવી નાખે તેવું હતું. મેઘજીએ તો ચોપડો સુધ્ધાં જોયો ન હતો. પણ ભારતનો કિનારો છોડ્યો ત્યારે જ મેઘજીએ મનોમન ગાંઠ વાળેલી કે નામ અને દામ કમાયા સિવાય પાછું વળવું નથી. નામું એ કોઈ પણ વેપારુ ધંધાની ચાવી છે, એ વાત મેઘજીએ જાણી લીધી. એટલે પોતાની નોકરીને માટે યોગ્ય નીવડી શકાય તથા ભવિષ્યમાં પ્રગતિ કરી શકાય તે માટે એમણે એમના મિત્ર પાસે નામું શીખવા માંડ્યું. બે-ત્રણ માસમાં તો એ નામામાં પારંગત થઈ ગયા. વહેલી સવારથી સાંજ સુધી દુકાને જાય અને રાત્રે નામું શીખે.
એમણે જાણી લીધું કે શિસ્ત અને સાધના વગર સુખ-સમૃદ્ધિ શક્ય નથી. એમણે એ પણ જોયું કે વગર મહેનતે આવેલી સંપત્તિ એવી જ રીતે હાથમાંથી સરકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org