________________
શ્રદ્ધેય શ્રી જિનેન્દ્ર વણી
૨૬૩
સગુણસભર વ્યકિતત્વ : શ્રી વણજી મહારાજ એક વિશિષ્ટ ગુણાતિશયવાળા પુરુષ હતા. અનાગ્રહી, સત્યાગ્રહી, સહજ-સરળ, ગુણગ્રાહી અને અસામ્પ્રદાયિક વ્યક્તિત્વની ઝલક તેમનામાં દેખાતી. તેઓશ્રી ફક્ત એટલા માટે મહાન નહોતા કે તેઓ અસાધારણ કોટિના વિદ્વાન હતા, જૈન વિદ્યાની સેવા માટે અથાગ પરિશ્રમ લેતા; પણ એટલા માટે મહાન હતા કે તેઓએ એમની અભીગપ્રજ્ઞાથી જે કંઈ જામ્યું એને પૂરી વફાદારીથી પોતાના જીવનમાં ઉતારવા પ્રયત્ન કર્યો. એમની સાધુતા, એમની વિદ્વત્તા કરતાં પણ મહત્ત્વપૂર્ણ છે. એમના જીવનની ઉજજવલતમ્ બાજુ છે એમની સરળતા, સહજતા અને સમન્વયવાદી ઉદાર દૃષ્ટિ. જેમ જેમ જ્ઞાનગંગાની ઊંડી ગુફામાં ડૂબતા ગયા તેમ તેમ એ ગુણો એમનામાં અપાર વૃદ્ધિ પામતા ગયા. સંતજીવનની કોઈ કસોટી હોય તો તે છે–એમની સરળતા, સહજતા અને લોકમંગળ માટેની તત્પરતા. એમણે પોતાના જીવનમાં જે પ્રામાણિકતા અને સ્પષ્ટવાદિતા રાખી એનું દૃષ્ટાંત મળવું દુર્લભ છે. એમનામાં લોકેષણા નહોતી કે નહોતો દેહપોષણનો ભાવ. જીવનમાં આટલી સહજ અનાસક્તિ અને નિર્ભીકતાનાં દર્શન વિરલ મહાપુરુષોમાં જ થાય છે. એ અર્થમાં શ્રી વણજી શતપ્રતિશત મહાપુરુષ હતા. તેઓ ગંગા સમાન પવિત્ર, વન્દનીય અને પ્રાત:સ્મરણીય છે.
જિનવાણીની સેવાનું જે કાર્ય વિદ્વાનોનો એક મોટો સમૂહ ભેગા મળીને લાખો રૂપિયાના ખર્ચ કરી શકે તે કાર્ય એક ફકીરે-ગૃહવિરત મનિષીએ-એકલાએ કંઈ પણ ખર્ચ કર્યા વગર જાદુઈ રીતે કર્યું ! એમની જુતા પર, એમના અભણ નાનોપયોગ પર, નિ:સ્પૃહતા અને અકર્તુત્વભાવ પર મુગ્ધ થઈ જવાય છે.
કાશીનો જન અને જૈનેતર સમાજ એમને આદર્શ ગુરુના રૂપમાં માનવા લાગ્યો. તેમની કથની અને કરણીમાં ભિન્નતા નહોતી. એમનામાં એક ખાસ વિશેષતા હતી: તેઓ બહુ જ ઓછું બોલતા, દૃષ્ટાની જેમ સંસારને જોતા. એમની દૃષ્ટિ એટલી તીણ હતી કે કોઈ પણ વિષયના અગાધ ઊંડાણ સુધી પહોંચી જતી. એમનું ચિંતન અજુ, નિષ્પક્ષ, સચોટ અને મર્મને સ્પર્શનારું હતું.
તેઓશ્રી એક અનાસક્ત પ્રેમી સાધક હતા. સત્ય, પ્રેમ અને ત્યાગનો ત્રિવેણી સંગમ એમના વ્યક્તિત્વમાં થયો હતો. સત્યને માટે કરવું, સત્યને માટે જોવું, સત્યને વિચારવું અને બધું જ સત્યને માટે કરવું એ એમનો જીવન-આદર્શ હતો. આ જીવનમાં માનવ માત્ર માટે પ્રેમ ન ઊભરાય તો વાસ્તવમાં તે માનવજીવન જ નથી એવું તેઓ માનતા.
એમનાં પ્રવચનો આધ્યાત્મિક રહસ્યોની સાથે સૂક્ષ્મ તત્વોનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વર્ણન કરનારાં રહેતાં. તે ન્યાયયુક્ત, સ્વાનુભવગમ્ય, યુક્તિસંગત અને સરળતાથી બુદ્ધિગ્રાહ્યા હતાં. તેઓ સામૂહિક ઉપદેશ કરતાં વ્યક્તિગત ઉપદેશને વિશેષ મહત્ત્વ આપતા. માત્ર બુદ્ધિવિલાસ માટે મૂલ્યવાન સમય વેડફી દેવા તેઓ કદી તૈયાર નહોતા. તેઓ પ્રત્યેક ક્ષણ અતિમૂલ્યવાન સમજીને એનો માત્ર આત્મકલ્યાણ માટે ઉપયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org