SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા વર્તમાન ભારતીય સમાજમાં ચારિત્યઘડતર અને જીવનનાં ઉન્નત મૂલ્યો પ્રત્યે જે નિષ્ક્રીયતા, ઉદાસીનતા, બેપરવાહી તથા સ્વાધતા દૃષ્ટિગોચર થાય છે તેને ખાળવાના એક ઉપાયરૂપે આજે આ ગ્રંથ સમસ્ત જૈન તથા વિશ્વભરમાં વસતી ગુજરાતી જનતાની સેવામાં રજૂ કરીએ છીએ. આશા છે કે આજનો યુવક વર્ગ તેમજ પ્રૌઢ વર્ગ આ અર્વાચીન મહાપુરુષોના ઐતિહાસિક જીવનપ્રસંગોમાંથી ખોબા ભરીભરીને પ્રેરણાના પિયૂષ પીશે અને ઉદાર, સંસ્કારી તથા સુદઢ સમાજનો પાયો નાખવામાં પોતાનાં તન, મન, ધન, વચન અને આત્માની સમસ્ત શક્તિઓને કામે લગાડીને ભાવિ પેઢીને પણ અનુકરણીય દૃષ્ટાંત પૂરું પાડશે. આપણે આપણા વ્યક્તિગત અને સામૂહિક જીવનનો દઢપણે સર્વાગી વિકાસ સાધવાનો આ રીતે જો પ્રયત્ન કરીશું તો આર્યધર્મો અને ભારતીય સંસ્કૃતિની કાંઈક ઝાંખી પડી ગયેલી જ્યોતિમાં નવો પ્રાણ પુરાશે અને સમસ્ત વિશ્વનું મંગળ થશે. જે શાંતિ: શાંતિ: શાંતિ: સંતકુટિર, શ્રીમદ્ રાજચન્દ્ર આ. સા. કેન્દ્ર કોબા, જિ. ગાંધીનગર-૩૮૨ ૦૦૯. ૧૫–૮–૮૮, સ્વાતંત્રયદિન સગુણાનુરાગી, આત્માનંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy