________________
વિશેષ નોંધ
- ૨૭૯.
(૪) સંસ્થાનું મુખપત્ર “દિવ્યધ્વનિ”: આત્મધર્મને ઉપદેશનું સંસ્થાનું આ આધ્યાત્મિક માસિક છેલ્લાં ૧૨ વર્ષથી પ્રગટ થાય છે. તેમાં પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રની વિચારધારાને અનુરૂપ અનેક આચાયો-સંતોનાં વચનો અને વિદ્વાનોના લેખો પ્રગટ કરવામાં આવે છે. હાલ, કુલ સભ્યસંખ્યા લગભગ ૨૦૦૦ છે. બાળવિભાગ, પ્રશ્નોત્તર વિભાગ, વાચકોનો પ્રતિભાવ તથા સ્વાસ્થયની કાળજી ઇત્યાદિ વિભાગો પણ નિયમિતપણે ઉમેરીને આ માસિકને વધુ સમય અને વૈવિધ્યપૂર્ણ બનાવવાનો અમારો પ્રયત્ન ચાલુ છે.
(૩) તીર્થયાત્રા અને ધર્મયાત્રા : સાધનાજીવનના વિકાસ માટે અને આપણી પ્રાચીન સંસ્કૃતિના વિકાસ અને માહાસ્યનો સાચો અને પ્રત્યક્ષ ખ્યાલ આવે તે માટે તીર્થયાત્રાનું આયોજન આપણા જીવનમાં મહત્ત્વપૂર્ણ છે, એમ પરમકૃપાળુ જ્ઞાનીપુરુષોએ પ્રકાર્યું છે. બા આસાને અનુરૂપ અત્યાર સુધીમાં દક્ષિણ ભારત, બુંદેલખંડ, સમેતશિખર, પાવાપુરી વગેરે દૂરનાં તીર્થો, રાજસ્થાનનાં તીર્થો તથા શ્રીમદ્ રાજચંદ્રજીના આશ્રમો અને સૌરાષ્ટ્ર-ગુજરાતનાં પ્રાચીન તીર્થોની અનેક યાત્રાઓ ગોઠવવામાં આવી હતી.
મે-જૂન ૧૯૮૪માં ચાળીસ દિવસનો કેન્યા અને ઇંગ્લેન્ડનો પૂ. શ્રી આત્માનંદજીની ધર્મયાત્રાનો એક કાર્યક્રમ ત્યાંના સાધકોની પ્રેરણાથી યોજવામાં આવ્યો હતો, જેથી ત્યાં વસતા સમાજમાં ઠીક ઠીક આધ્યાત્મિક જાગૃતિ આવી હતી. ત્યારબાદ સને ૧૯૮૫-૮૬માં ઇંગ્લેન્ડ તથા આફ્રિકાના મુમુક્ષુઓની વિનંતીથી આદરણીયા બહેનશ્રી સુનંદાબહેન વોહોરાની ધર્મયાત્રાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
અમેરિકામાં વસતા મુમુક્ષુ બંધુઓની ખાસ વિનંતીથી જૂન-જુલાઈ ૧૯૮૭માં પૂ. શ્રી આત્માનંદજીની અમેરિકાની ધર્મયાત્રા યોજાઈ હતી. આ યાત્રા દરમિયાન ત્યાંનાં અનેક કેન્દ્રોમાં સ્વાધ્યાય-ભક્તિ-ધર્મવાર્તા-યુવાશિબિર, સાહિત્યવિતરણ ઈત્યાદિ સંસ્કારપોષક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
(૪) શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (કોબા) : અમદાવાદથી ૧૬ કિ.મી.ના અંતરે અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર નભોઈ ચોકડી પાસે, સાબરમતી નદીની નજીક શાંત, રમણીય અને પવિત્ર વાતાવરણમાં એક સાર્વજનિક કેન્દ્રનું નિર્માણ થયું છે. તેમાં લગભગ ૧૫૦ સાધક ભાઈ-બહેનો માટેના આવાસની, સ્વાધ્યાય-પ્રાર્થના ખંડની, ધ્યાનકક્ષ સહિત સંત-કુટિરની, શ્રીમંદિરજીની તથા કાયમી ભોજનશાળાની વ્યવસ્થા છે. જેમ જેમ વધુ ને વધુ સાધક મુમુક્ષુઓ આ કેન્દ્રનો વિશેષપણે લાભ લેતા થશે તેમ તેમ યથાસમય મોટો સ્વાધ્યાય હૉલ, સ્વતંત્ર પુસ્તકાલય અને સ્વતંત્ર સુવિધાપૂર્ણ આવાસોનું આયોજન કરવાનું પણ વિચારેલ છે.
સંસ્થાની શૈક્ષણિક અને સાંસ્કારિક પ્રવૃત્તિઓ ઉત્તર ગુજરાતમાં પણ વિકસે તે હેતુથી ઈડર-ખેડબ્રહ્મા વિસ્તારમાં કોઈ યોગ્ય સ્થાન મેળવીને ઉપરોક્ત પ્રવૃત્તિઓ વિસ્તારવાની કાર્યવાહી ચાલુ છે.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only