________________
૨૭૮
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
શિબિર ખાસ યુવાન વર્ગ માટે જ યોજવામાં આવે છે. ધીમે ધીમે સંસ્થાના ઉદ્દેશો અને સર્વધર્મ સમભાવ સહિતની ઉદાર નીતિને લીધે બૃહદ્ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા ભારતનાં મહાનગરો ઉપરાંત ઇંગ્લૅન્ડ, આફ્રિકા અને અમેરિકા આદિ વિદેશોમાં વસના ભારતીયોએ પણ સંસ્થાની અનેક પ્રવૃત્તિઓમાં સારો રસ લઈને સક્રિયપણે તેના વિકાસમાં પ્રશંસનીય યોગદાન આપ્યું છે, જેની અત્રે સાભાર અને સહર્ષ નોંધ લઈએ છીએ.
ચાતુર્માસ સિવાય વિહાર કરતા સાધુ-સતીઓ, અન્ય યાત્રા-સંઘો, યુવકમંડળો તથા બીજા પ્રવાસીઓ પણ આ કેન્દ્રનો અવારનવાર સારો એવો લાભ લે છે. (૨) સાહિત્યિક પ્રવૃત્તિઓ :
(અ) પુસ્તકાલય પ્રવૃત્તિ : પ્રાચીન આર્ય સંસ્કૃતિના અને સત્સાહિત્યના સંરક્ષણ અને પ્રચારાર્થે શિષ્ટ, સંસ્કારી, ઉપયોગી અને ઉપકારી આધ્યાત્મિક ગ્રંથોનું અર્વાચીન વૈજ્ઞાનિક ઢબથી આલેખન-સંપાદન-પ્રકાશન કરવામાં આવે છે. આ ગ્રંથોનું જ્ઞાન આપણી વર્તમાન પેઢીને પણ પ્રાપ્ત થઈ શકે તે હેતુથી હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં તેને દષ્ટાંત, સુયુક્તિ આદિ સહિત રસમય અને આકર્ષક લોકભોગ્ય શૈલીથી રજૂ કરીને આવા ગ્રંથોને પુસ્તકાલયોના રૂપમાં વ્યવસ્થિત કરવામાં આવે છે; જેથી અભ્યાસીઓ, સાધકો, વિદ્વાનો અને સંશોધકો તેની સુવિધાનો નિયમિત વાચન માટે કે સંદર્ભગ્રંથો તરીકે સારી રીતે લાભ લઈ શકે. આ ઉપરાંત સંસ્થાનું સાહિત્ય સામાન્ય જનતા સુધી પહોંચી શકે તે માટે દેશ-પરદેશમાં વિતરણવેચાણવ્યવસ્થા માનદ્ પ્રચારકો દ્વારા તથા અધિકૃત ગ્રંથવિક્રેતાઓ દ્વારા પણ કરવામાં આવી રહી છે.
જીવનને સાત્ત્વિક અને ઉન્નત બનાવવામાં પ્રેરણા આપનારા ગુજરાતી, હિન્દી, સંસ્કૃત-પ્રાકૃત અને અંગ્રેજી ભાષાઓના લગભગ ૭૦૦૦ ગ્રંથોવાળા પુસ્તકાલયનું આયોજન હવે કેન્દ્રમાં થઈ ગયું છે, જેનો કોઈ પણ અભ્યાસૌ લાભ લઈ શકે છે.
(7) ગ્રંથ-પ્રકાશન પ્રવૃત્તિઃ સંસ્થા તેના ઉદ્ગમકાળથી જ ઉત્તમ પ્રાચીન સાહિત્યથી પ્રારંભ કરીને અત્યાર સુધી થઈ ગયેલા મહાન ધર્માચાર્યો, પ્રભાવશાળી સંતો અને શિષ્ટ સાહિત્ય ઉપાસકોની વાણીને આધારે સુંદર પુસ્તકો બહાર પાડે છે. આજ સુધીમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી તથા સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓમાં ત્રીસેક નાના-મોટા ગ્રંથો પ્રકાશિત થયેલ છે. આમાંના કેટલાકની તો ત્રીજી કે ચોથી આવૃત્તિઓ પણ બહાર પાડવી પડી છે, જેથી તેની લોકોપયોગિતા અને લોકપ્રિયતા પુરવાર થાય છે. સમગ્ર ભારતમાં તથા પરદેશમાં વસતા ગુજરાતી કુટુંબો વિશેષત: આ સત્સાહિત્ય રસપૂર્વક વાંચે છે.
સંત મહાત્માઓને, વિશિષ્ટ વિદ્વાનોને, અભ્યાસીઓને, મોટાં પુસ્તકાલયોને, શોધસંસ્થાઓને તથા સંસ્થાના બધા જ કાયમી સભ્યોને, આ પુસ્તકો ભેટરૂપે મોકલાવવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org