________________
૩૪. દાનવીર શ્રી મેઘજીભાઈ પેથરાજ
બાળપણ : બાલસહજ સાહસવૃત્તિથી પ્રેરાઈને છ વર્ષની ઉંમરે પતંગ ચગાવવા એ બાળક ઝાડ ઉપર ચઢયો. પણ સમતોલપણું ગુમાવ્યું અને ધબાક લઈને નીચે પડયો. આવો અકસ્માત મોટે ભાગે જીવલેણ જ નીવડે. પણ વિધિના લેખ કંઈક જુદા હશે અને ધાતમાંથી બાળક ઊગરી ગયો. એ વખતે એ બાળકે શું વિચાર્યું હશે ? કે હવે કોઈ દિવસ ઊંચે ચઢવું નહિ ? ના, એવું વિચારે તો મેઘજી શાના ? એણે તો વિચાર્યું કે ઊંચે તો ચઢવું જ. આથી પણ વધારે, પણ દૃષ્ટિ વાસ્તવિકતાની ભૂમિ પર રાખી સ્થિર રહેવું. આ હતો આ બાળકના જીવનનો પહેલો પાઠ !
ઈ. સ. ૧૯૦૪ ની સાલ, સપ્ટેમ્બર માસની પંદરમી તારીખ. વિક્રમ સંવત ૧૯૬૧ ની ભાદરવા સુદ છઠ ને ગુરુવારનો એ શુકનવંતો દિવસ.
જામનગરથી અઢારેક માઈલ દૂર આવેલા ડબામાંંગ ગામમાં ત્યાંના એક જૈન ઓશવાલ પેથરાજભાઈને ત્યાં રાણીબાઈની કૂખે આ મેઘજીનો જન્મ થયો. પેથરાજભાઈને સૌથી મોટી દીકરી લક્ષ્મી, પછી ત્રણ પુત્રો અનુક્રમે રાયચંદ, મેઘજી અને
વાઘજી.
Jain Education International
૨૩૩
For Private & Personal Use Only
www.jainelibrary.org