________________
૨૩૨.
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
ત્યાં જ કાળધર્મ પામ્યા. એ દિવસ હતો ૨૬મી માર્ચ, ૧૯૮૨ ને શુક્રવારનો. મહારાષ્ટ્રમાં ઘેર ઘેર જેનાં મંગલ વધામણાં થતાં હતાં એવા ગુડી પડવાના દિવસે સંતબાલજી સ્વધામ સિધાવ્યા.
ભારતીય સંસ્કૃતિના કેટલાક મધ્યયુગીન સંતોની પરંપરાને અનુસરીને તેઓ સંતોના અનુજ સંતબાલ બન્યા અને પ્રજાને રામાયણ, મહાભારત, ભાગવતધર્મ, ગીતા તેમજ મહાવીરની આગમવાણીને યુગાનુરૂપ બનાવી સંભળાવતા જ રહ્યા. આમ સૌને સમાજોદ્ધારનાં કાર્યો કરવાની પ્રેરણા આપતા રહ્યા. તેઓ શ્રી જન્મજાત કર્મયોગીના સંસ્કાર લઈને આવ્યા હતા તેથી ત્યાગમાર્ગનો સ્વીકાર કરીને પણ સ્વહિતની ભાવના સાથે નિ:સ્પૃહપણે લોકહિતનાં કાર્યોમાં મહાત્મા ગાંધીજીની વિચારધારાને અનુસરીને તેઓએ પ્રવૃત્તિ કરી. “જનસેવા તે પ્રભુની સેવા એહ સમજ વિસરાય નહીં' તે એમનો જીવનસંદેશ આપણે સદા સ્મરણમાં રાખીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org