________________
મુનિ શ્રી સંતબાલજી
૨૩૧
પરાધીન ગામડાં રોટી, મકાન, કપડાં, શિક્ષણ, આરોગ્ય, ન્યાય અને રક્ષણમાં સ્વાવલંબી બને તે માટે સંતબાલજીએ સપ્ત સ્વાવલાંબનનો કાર્યક્રમ આપ્યો. શહેરો ગામડાંને પૂરક થાય તે માટે તેમણે શહેરી સમાજને ગ્રામાભિમુખ બનાવનારા અનેક ભરચક પ્રયાસો કર્યા.
લોકશાહી શાસન વ્યવસ્થા, અહિંસક અને ધાર્મિક દૃષ્ટિએ સમાજરચનાને પોષક હોવાથી લોકશાહીની શુદ્ધિ અને સંગીનતા માટે તેને પૂરક, પ્રેરક અને માર્ગદર્શક એવાં ચાલકબળો નિર્માણ કરવાના તેમણે ભગીરથ પ્રયત્નો કર્યા.
પોતાના શીલ, સંયમ અને તપના પ્રભાવથી દીન-હીન ગ્રામપ્રજામાં આશાનો સંચાર તથા શ્રદ્ધા-બળ પેદા કર્યા. ગ્રામપ્રજામાં પોતે કંઈક કરી શકે તેમ છે તેવી આત્મશ્રદ્ધાનું બીજારોપણ કરી તેને બેઠી કરી, એટલું જ નહીં, પોતાને તુંબડે જ પોતે તરવાનું છે, એવી સભાનતા પ્રગટાવીને ગ્રામજનતાને પ્રારબ્ધવાદમાંથી બહાર લાવી પુરુષાર્થ અને પરાક્રમી બનાવી. ૪૫ વર્ષ સુધી આ પ્રદેશના પ્રજાના એ જ એક માત્ર પ્રેરક અને શ્રદ્ધેય પુરુષ તરીકે માર્ગદર્શન આપતા રહ્યા. એમની હૂંફથી અને એમની જ રાહબરી નીચે સ્થપાયેલી સંસ્થાઓની દોરવણી તળે સામાન્ય ગણાતા માણસોએ અસામાન્ય ગણાય એવાં કામો કર્યા. આમ આ પછાત પ્રદેશોમાં પ્રચંડ વેગથી નવી દષ્ટિનું નેતૃત્વ આગળ આવ્યું.
તેઓ વહેવારુ વાસ્તવિકતાની મર્યાદાઓ વીંધીને, તાત્કાલિક લાભહાનિનાં કાટલાંથી તોલવાની વણિક વૃત્તિથી પર રહીને, પરિસ્થિતિ-પરિવર્તન, વિચાર-પરિવર્તન અને હૃદય-પરિવર્તન માટે અચલ રહીને અવિરત ઝઝૂમતા જ રહ્યા.
પરિગ્રહ, પ્રાણ અને પ્રતિષ્ઠાને હોડમાં મૂકીનેય સામાજિક મૂલ્યોની રક્ષા માટે પોતાનું આખું જીવન એમણે ખર્ચી નાખ્યું. સમાજજીવનનું કોઈ પણ અંગ એવું નથી કે ધર્મદષ્ટિએ સમાજરચનાના એમના આદર્શો અને વિચારોથી જે અસ્પૃશ્ય કે અલિપ્ત રહ્યું હોય. આર્થિક, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, રાજકીય, ધાર્મિક, નૈતિક અને આધ્યાત્મિક એમ દરેક ક્ષેત્રો એમણે નવી કેડીઓ પાડીને તે પર પ્રજાનો પદસંચાર કરાવ્યો. તેમણે અન્યાયનો અહિંસક પ્રતિકાર અને સત્ય, ન્યાય તેમજ પ્રેમની પ્રસ્થાપના માટે સત્યાગ્રહના અભિનવ પ્રયોગો કર્યા. સામાજિક કલ્યાણ માટે તપશ્ચર્યાને સામાજિક
સ્વરૂપ આપ્યું. જૈન ધર્મની વ્યક્તિગત કર્મનિર્જરાને તપ દ્વારા સામૂહિક કર્મનિર્જરાની દિશા ચીંધી. આમ સ્વપકલ્યાણના પથપ્રદર્શક તરીકે તેમણે એક નવું જ પ્રદાન કર્યું. તેઓશ્રી કહેતા કે સાધુસમાજે, નાતજાત, કોમ, પ્રદેશ કે ધર્મના ભેદભાવોથી ઉપર ઊઠીને વિશ્વશાંતિના હિતમાં સક્રિય બનવું જોઈએ.
દેશભરમાં પરિભ્રમણ કર્યા બાદ મુનિશ્રી સંતબાલજી પોતાની અંતિમ ભાવના પ્રમાણે મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં આવેલ ચિચણ મુકામે મહાવીરનગર-આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખડું કરવા માગતા હતા. આથી તેઓ સ્થિરવાસ કરીને ત્યાં જ રહ્યા અને છેવટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org