________________
શેઠ શ્રી હુકમચંદજી
વ્યાપારજગતમાં તેમની ખૂબ નામના હતી. તેઓ સ્વભાવે ઉદાર, ધર્માત્મા, સ્વાધ્યાયશીલ અને નિયમિત હતા. આ ઉપરાંત તેમને ધર્મમાં અટલ શ્રદ્ધા હતી. આ બધા ગુણો શેઠ હુકમચંદજીને તેમના પિતા તરફથી વારસામાં જ મળ્યા હતા.
હુકમચંદજી બાલ્યાવસ્થાથી તીવ્ર બુદ્ધિવાળા અને અત્યંત પ્રતિભાશાળી હતા. તેમની સ્મરણશક્તિ બહુ તેજ હતી. તેથી સમસ્ત પરિવારનાં લોકો તેમને સુશિક્ષિત બનાવવા માટે આતુર હતાં. પાંચ વર્ષની ઉંમરમાં તેઓનો વિદ્યાભ્યાસ શ્રી મોહનલાલજી ગુરુ દ્વારા શરૂ કરવામાં આવ્યો. તે જમાનામાં લોકોનો ભણવાનો ઉત્સાહ ખૂબ ઓછો હતો. તેઓને સમય અનુસાર શિક્ષા મળી. આ ઉપરાંત તેઓએ ધાર્મિક જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું. તેઓએ ૧૫ વર્ષની ઉંમર સુધીમાં તો વ્યાપારમાં સારી એવી પ્રગતિ કરી લીધી.
ગૃહસ્થજીવન : શેઠસાહેબને ચાર વિવાહ કરવા પડ્યા હતા. તેમના પહેલા વિવાહ વિ. સં. ૧૯૪૩ માં, બીજા વિવાહ ૧૯૫૬ માં, ત્રીજા વિવાહ ૧૯૬૩ માં અને ચોથા વિવાહ ૧૯૭૨ માં થયા હતા. તેમનાં ધર્મપત્ની કંચનબહેન લક્ષ્મીના અવતાર સમાન હતાં. તે સુયોગ્ય, ધર્માત્મા, વિદુષી અને પરોપકારિણી મહિલારત્ન હતાં. શ્રાવિકાશ્રમ, પ્રસૂતિગૃહ, શિશુસ્વાસ્થ્ય-રક્ષા વગેરે સેવા-સંસ્થાઓમાં તેઓ ખૂબ રસ લેતાં અને તેને લગતાં કાર્યોનું નિરીક્ષણ પણ તેઓ જાતે જ કરતાં હતાં.
શેઠસાહેબનું વ્યક્તિત્વ : શેઠસાહેબને પૈતૃક સંપત્તિરૂપે બાળપણથી જ ધર્મશાસ્ત્ર વાંચવાનો અને ધર્મચર્ચા કરવાનો શોખ હતો. ધર્માત્મા પુરુષોને મળતાં તેમનું મન અતિશય આનંદિત થઈ જતું હતું. તેમનો તેઓ હંમેશાં આદરસત્કાર કરતા તેઓ આધુનિક સાહિત્યના પણ પ્રેમી હતા. તેથી જીવનકાળ દરમિયાન તેઓએ હિંદી, ગુજરાતીનાં હજારો પુસ્તકો વાંચી લીધાં હતાં. તેઓ દરરોજ કોઈ નવું પુસ્તક વાંચતા જ રહેતા.
૯૧
તેઓ સરળ અને નિરાભિમાની હતા. સાધારણમાં સાધારણ આદમી સાથે પણ તેઓ વાર્તાલાપ કરતા. તેઓ પોતાને જનતાના સેવક સમજતા. ધનિક સમાજમાં તેમને શીલસાંયમમાં આદર્શરૂપ માની શકાય. પોતાના શીશમહેલમાં બેઠા બેઠા તેઓ પોતાની કુશાગ્ર બુદ્ધિથી સંપૂર્ણ કાર્યનું ખૂબ સરળતાપૂર્વક સંચાલન કરતા.
વ્યાપાર અને વ્યવસાય : શેઠસાહેબ હંમેશાં સફળતાના વિચારોમાં જ ઓતપ્રોત રહેતા હતા. નિરાશા અને હતાશા તેમના જીવનમાં ભાગ્યે જ જોવા મળતાં. તેઓની સફળતાનાં મુખ્ય કારણો છે: (૧) તેમનું આશાવાદી માનસ (૨) સંસારભરના બજારોનું અધ્યયન અને મનન (૩) અવિચળ સાહસવૃત્તિ અને સતત પુરુષાર્થ. સાહસિક વૃત્તિ અને વેપારી કુનેહ તેમનામાં બાળપણથી જ હતાં. આથી જ પાછળથી તેઓ ‘શેઠસાહેબ’, ‘મર્ચંટ કિંગ’ અને ‘સ્વદેશી ઉદ્યોગધંધાના અગ્રણી' ગણાવા લાગ્યા. તેઓ બજારમાં આવતાં પરિવર્તનો પ્રમાણે પોતાના વેપારમાં પણ પરિવર્તન કરતા હતા. વેપારની બાબતમાં તેઓ હઠવાદી ન હતા. મધ્યપ્રદેશમાં, ખાસ કરીને ઇન્દોરમાં તે વખતે અફીણનો સટ્ટો ખૂબ જોરશોરથી ચાલતો હતો. તેમાં તેઓ ખૂબ રંગાયેલા હતા. અફીણના ધંધામાં ૩ કરોડ કમાયા અને ઘરમાં સોના-ચાંદીની વર્ષા થવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org