________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
(૫) શ્રી રાજેન્દ્ર પ્રવચન કાર્યાલય, ખંડાલા (ફાલના) (૬) નીચેનાં નગરોમાં શ્રી રાજેન્દ્ર જૈન પાઠશાળાઓ સ્થાપવામાં આવી છે :
મન્દસૌર (ફાલના), ટાંડા, ખાચરોદ, સિયાણા, ધુંધકડા, થરાદ ઇત્યાદિ. શિષ્ય-પરિવાર : તેઓ દીક્ષાગુરુ અને શિક્ષાગુરુ તરીકેનું દ્વિવિધ વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમના મુખ્ય શિષ્ય-પ્રશિષ્યોની નામાવલિ નીચે મુજબ છે :
શ્રી વિજય યતીન્દ્રસૂરિ (વર્તમાન પટ્ટધર) શ્રી વિજય ભૂપેન્દ્રસૂરિ શ્રી વિજય ધનચંદ્રસૂરિ ઉપાધ્યાય શ્રી મોહનવિજયજી ઉપાધ્યાય શ્રી ગુલાબવિજયજી મુનિશ્રી દીપવિજયજી મુનિશ્રી સાગરનંદવિજયજી મુનિશ્રી જયંતવિજ્યજી
ઉપરાંત, તેમના અનુયાયીઓમાં અનેક સાધ્વીજીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓનો ઘણો મોટો સમુદાય છે, જે પોતાની શક્તિ-ભક્તિ પ્રમાણે સૂરિજીની આજ્ઞાને આરાધીને જીવન વિકાસ સાધી રહ્યો છે.
રાજેન્દ્રસૂકિત-સંગ્રહ : સૂરિજીએ અનેક વિષયો ઉપર જુદા જુદા સમયે આપેલા ઉપદેશની અલ્પ પ્રસાદી આપણા જીવનના વિકાસમાં ઉપકારક જગાવાથી અહીં પ્રસ્તુત કરીએ છીએ.
માનવતા : મનુષ્ય માનવતા જાળવી રાખે તો જ સાચો માનવ બની શકે છે. માનવતાના પાલનમાં સર્વધર્મ સમભાવ સિદ્ધાંતનો સુવિચાર, કવ્ય, સત્કાર્ય વગેરેનો સમાવેશ થાય છે. સસંગ, સર્વાચન અને સારા સંજોગોમાં રહેવાથી તેની પ્રાપ્તિ અને વૃદ્ધિ થાય છે. મનુષ્યપણું મળ્યું તો જરૂરથી સાચા માનવ બનીએ. બસ આટલાથી પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે.
સાચી લજજા જીવનમાં કેવી રીતે આવે ? સાચી લજ્જા સદુગૃહસ્થનો પ્રથમ ગુણ કહ્યો છે. તેને વિકસાવવા માટે નીચેની બાબતોનું ધ્યાન રાખીએ :
(૧) વ્યવહારમાં સત્ય અપનાવીએ. (૨) અપરાધ થઈ જાય તો તરત માફી માગીએ. (૩) લોકવિરુદ્ધ અને શાસ્ત્રવિરુદ્ધ આચરણ ન કરીએ. (૪) ખાનદાનની સોબતમાં રહીએ. (૫) કુસંગથી અવશ્ય બચીએ. (૬) પરમાત્મા અને સંતોના લાભથી વંચિત ન રહીએ. (૭) કાયમ સારું વાચન કરીએ અને સારું વચન સાંભળીએ. (૮) પરસ્ત્રી/પરપુરુષ તરફ કુદૃષ્ટિ ન કરીએ.
અન્યાયથી મેળવેલી દોલત : કાળાબજાર, વિશ્વાસઘાત, લૂંટફાટ અને લાંચરુશવતથી કોઈ વ્યક્તિ ભલે ગમે તેટલા પૈસા મેળવે અને ગમે તેટલો એશ-આરામ કરે, પણ એ બધું માત્ર પૂર્વસંચિત પુણ્યની પ્રબળતા હશે ત્યાં સુધી જ ટકશે. પુણ્ય ક્ષીણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org