________________
૧૩૨
અર્વાચીન જેને જ્યોતિર્ધરો
પાસે રહી સેવા અને ધર્મશ્રવણ કરતા, માતા કેસરબાઈ પાગ સાથે જતાં. એક વાર તેમણે પુત્ર સમક્ષ દીક્ષા લેવાની પોતાની ભાવના પ્રકટ કરતાં કહ્યું કે, હું મારા આત્માનું કલ્યાણ કરવા ઇચ્છું છું.” આ સાંભળીને ચોથમલજીએ માતાજીને કહ્યું કે તમારી ઇચ્છા પ્રશંસનીય છે. હું પણ તમારા માર્ગે ચાલવાની હાર્દિક ઇચ્છા ધરાવું છું, તેથી આપ મને પણ આજ્ઞા આપો.'
પુત્રમાં રહેલા આ વૈરાગ્યભાવને જાણતાં હોવા છતાં માતાએ કહ્યું, “બેટા, તારા વિવાહ થઈ ગયા છે. તેથી અત્યારે ગૃહસ્થ ધર્મનું પાલન કરો. ઉંમર પરિપકવ થાય ત્યારે દીક્ષા લઈ શકાય છે.” ચોથમલજી બોલ્યા, “આ માનવશરીર ભોગો માટે નથી, પરંતુ તપ અને સંયમ માટે છે. હું દીક્ષા લેવા માટે દઢસંક૯૫ છું.' માતાને લાગ્યું કે પુત્ર વૈરાગ્યમાં ટકી શકશે તેથી તેમણે આજ્ઞા આપી. સાથે સાથે પત્ની માનકુંવરની આજ્ઞા પાણ માંગવાનું કહ્યું. ચોથમલજીએ વિનમ્રભાવે પત્ની પાસે સંમતિ માગી પણ તે વિરોધ કરવા લાગી કે, “હું પણ દીક્ષા ન લઉં અને તમને પણ આજ્ઞા ન આપું.” આ બાજુ સસરાને જાણ થતાં તેઓને પુત્રીની ચિંતા થવાથી ચોથમલજીને દીક્ષા ન લેવાનું સમજાવવા લાગ્યા. આ ઉપરાંત કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ, વૃદ્ધજનોએ અને કુટુંબીજનોએ તેમને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો પણ અંતે તે નિરર્થક નીવડ્યો. તે બધાને જવાબ આપતાં ચોથમલજીએ કહ્યું, “ગૃહસ્થાશ્રમમાં ધર્મ પાળવાની તેટલી સુવિધાઓ નથી જેટલી સાધુજીવનમાં છે. માટે આત્મકલ્યાણ અર્થે સાધુજીવન બહુ જરૂરી છે? આ સંદર્ભમાં બીજા સંસારીઓ દ્વારા થયેલાં પણ કેટલાક પરીષહ તેમને સહન કરવા પડ્યા; પરંતુ વૈરાગ્યમાંથી તેઓ જરા પણ વિચલિત થયા નહિ, કારણ કે તેમનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત હતો.
પહેલાંના જમાનાનાં દીક્ષાર્થીનાં કુટુંબીજનોની સંમતિ વિના જૈન સાધુઓ કોઈ પણ વ્યક્તિને દીક્ષા આપતા નહોતા. સંઘ પણ તેવી દીક્ષાને માન્યતા આપતો નહીં.. આ માતા-પુત્રની દીક્ષા માટે વિલાંબનું કારણ બન્યું. પરંતુ ચોથમલજીને શીધ્ર દીક્ષા લેવાની ભાવના હોવાથી માતાએ તેમને જણાવ્યું કે જો સાદગીપૂર્ણ દીક્ષા લેવી હોય તો જલદી થઈ શકશે, પણ બાહ્ય આડમ્બરપૂર્વક દીક્ષા લેવી હોય તો પ્રતીક્ષા કરવી પડશે, આ પ્રસ્તાવ ગુરુદેવે માન્ય રાખ્યો અને વિ. સં. ૧૯૫ર ના ફાગણ સુદ પાંચમ ને રવિવારના દિવસે તેઓ પૂ. કવિવર્ય હીરાલાલજી મહારાજના શિષ્ય બની ગયા.
ચોથમલજીની દીક્ષાના બે મહિના પછી મારા કેસરબાઈએ મહાસતી શ્રી કુદીજી પાસે દીક્ષા અંગીકાર કરી. આમ વીરમાતા અને વીરપુત્ર સાધના દ્વારા પોતાનું આત્મકલ્યાણ કરવા લાગ્યાં.
વિહાર દ્વારા આત્મકલ્યાણ : નવદીક્ષિત મુનિ ચોથમલજી મહારાજે પ્રથમ ચાતુર્માસ વિ. સં. ૧૯૫૩માં ગુરુદેવ શ્રી હીરાલાલજી મહારાજની નિશ્રામાં છાવણીમાં કર્યા. ત્યાં દશવૈકાલિક તથા ઔપપાતિક સૂત્રોનું અધ્યયન કર્યું. આ ઉપરાંત અન્ય સ્થળોએ વિહાર કરતાં કરતાં અધ્યયન અને અભ્યાસ કરતા ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org