________________
૨૫૪
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
એ મહામત્રની સાથે બીજાં પણ શાસ્ત્રો જેમ કે મનોવિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, યોગશાસ્ત્ર, આગમ-સાહિત્ય વગેરેથી સંબંધ બનાવતું તુલનાત્મક અધ્યયન પણ આ ગ્રંથમાં પ્રસ્તુત કર્યું છે.
ભારતીય જ્યોતિષ : જ્યોતિષશાસ્ત્રમાં લખેલી સ રચનાઓમાં આ તેમની શ્રેષ્ઠ કૃતિ છે; જે પાંચ અધ્યાયોમાં વિભાજિત થયેલ છે. એમાં જયોતિષશાસ્ત્રના વૈજ્ઞાનિક આધાર પર કાળ-વિભાજન, સિદ્ધાંતવિવેચન, જન્મકુંડલી ફલાદેશ, વર્ષ-પત્ર બનાવવાની વિધિ તેમજ મેલાવક વિષયની ચર્ચા કરેલી છે..
ગુરુ ગોપાલદાસ બયા સ્મૃતિ-ગ્રંથ: આ કૃતિમાં શ્રી ગોપાલદાસજીની જીવનની ઝાંખી, એમના સાહિત્યનો પરિચય તથા એમના લેખોનું સંકલન કર્યું છે. સાથે ધર્મ, દર્શન, સાહિત્ય, ઇતિહાસ, પુરાતત્ત્વ આદિ વિષયો પર ઉચ્ચકોટિના લેખકોના લેખોનું સંકલન પણ કર્યું છે.
પ્રત ભાષા ગૌર સાહિથિ માનવનમિ તિહાસ : પ્રાકૃત ભાષાનું વ્યાકરણ આજે પણ મહત્ત્વનું છે એ ધ્યાનમાં રાખી આ કૃતિની રચના કરેલી છે. સંપૂર્ણ ગ્રંથ બે ખંડોમાં વિભક્ત છે. પ્રથમ ખંડમાં ભાષાનું અને દ્વિતીય ખંડમાં સાહિત્યનું વિવેચન છે.
આ કૃતિઓ ઉપરાંત ભાગ્યફલ, ભદ્રબાહુસંહિતા, રત્નાકરશતક, અલંકારચિંતામણિ, ભારતીય સાહિત્ય-સંસદ, હેમશબ્દાનુશાસન : એક અધ્યયન, અભિનવ પ્રાકૃત-વ્યાકરણ આદિ અનેક વિશિષ્ટ રચનાઓ તેમણે કરી છે.
બીમારી અને અસામયિક મૃત્યુ: ઉજજૈનના પ્રાચવિદ્યા-સમેલન સંબંધી અને તેના અનુસંધાનના કાર્યકલાપની અધિકતાથી હજુ પૂર્ણ વિશ્રામ પામ્યા નહોતા એટલામાં જ, ૧૯૭૩ ના ડિસેમ્બર મહિનામાં એમને પેટનો દુ:ખાવો ચાલુ થયો. પરંતુ દર્દની દરકાર કર્યા વગર તેઓ તો કૉલેજના વિદ્યાર્થીઓને ભણાવવા ગયા. ઘેર આવ્યા પછી દર્દ ખૂબ જ વધી ગયું અને ત્યાંના સર્જન ડો. શાહીએ તાત્કાલિક તેમનું ઑપરેશન કર્યું. મધુપ્રમેહના રોગને લીધે ઑપરેશનના ઘાને રૂઝ આવવામાં ઘણી મુશ્કેલી પડી અને અંદરના રોગે પણ જોર પકડ્યું. કાશીથી પ્રસિદ્ધવિદ્વાનો ડૉ. કૈલાશચન્દ્ર શાસ્ત્રી, ડૉ. કોઠિયાજી વગેરે તેમના સમાચાર પૂછવા આવ્યા. પરંતુ તબિયત બગડતી જ ચાલી. તેમણે નવકાર મંત્રનો જાપ છેક સુધી ચાલુ રાખ્યો હતો. પરંતુ કુદરતને તેમનું જીવન અમાન્ય હતું. તા. ૧૦-૧-૭૪ ના રોજ તેમનો જીવનદીપક બુઝાઈ ગયો.
બનારસના પ્રસિદ્ધ જૈન વિદ્વાન પં. શ્રી. કૈલાસચન્દ્રજીનું અવસાન થયા પછી જૈન વિદ્યાના અધ્યેતાઓમાં જૂની પેઢીના માત્ર ત્રણ-ચાર જ વિદ્વાનો બાકી રહ્યા છે. હવે ભારતીય સંસ્કૃતિના અને જેનવિદ્યાના અભ્યાસીઓ તથા ચિંતકો ક્રમશ: ઓછા થતા જાય છે. ત્યારે ડૉ. નેમિચન્દ્રજી જેવા સન્નિષ્ઠ વિદ્યા ઉપાસકના જીવનમાંથી પ્રેરણા લઈ આપણા યુવાન વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ, સાહિત્ય અને ભાષામાં રુચિ લઈ જૈન વિદ્યાના અધ્યયન-અધ્યાપનનું મહાન કાર્ય આગળ ધપાવે. આ માટે ધગશ, સમર્પણભાવ અને સહયોગથી કાર્ય કરનાર સૌ કોઈએ આગળ આવવું જોઈએ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org