________________
૨૦૨
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
એક સભામાં પંડિતજીએ આગમોના અનુવાદની જરૂર સંબંધી પોતાના વિચારો સ્પષ્ટપણે વ્યક્ત કર્યા. પરિણામે એની સામેનો વિરોધ વધુ ઉગ્ર બન્યો. એ કાળે તો આવો વિરોધ મારામારી સુધી આગળ વધી જવાની પણ દહેશત રહેતી. પણ પંડિતજી પોતાની વાતને મકકમપણે વળગી રહ્યા અને મુંબઈમાં રહીને આ કામ કરવા લાગ્યા.
- આ દરમ્યાન તા. ૨૧-૧-૧૯૧૯ ના રોજ મુંબઈમાં માંગરોળ જૈન સભાના આશ્રયે વકતૃત્વ પ્રચારક મંડળના મંત્રીના આમંત્રણથી, શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાના પ્રમુખપદે “જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ” એ વિષય ઉપર જાહેર ભાષણ આપ્યું અને આખા જૈન સંધમાં વિરોધનો ભારે વંટોળ જાગી ગયો. પણ જે વિચારકો હતા તેમને એ ભાષણે ભારે વિચાર કરતા કરી મૂકયા.
આ ભાષણ પંડિતજીના જીવનના એક મહત્ત્વના સીમાસ્તંભ સમું લેખાય છે. આના લીધે અમદાવાદના સંધે પંડિતજીને સંઘ બહાર કરવા જેટલું બહુમાન આપ્યું ! પણ પંડિતજીને મન નગ્ન સત્ય કહેવાના લાભની આગળ આ વિરોધ કંઈ વિસાતમાં ન હતો. લોકનિદા કે લોકપ્રશંસાને મહત્ત્વ આપીએ તો સત્યને ન પિછાણી શકાય કે ન પ્રચારી શકાય, એ સિદ્ધાંત પંડિતજીના મનમાં દઢ રીતે વસી ગયો હતો.
ગાંધીજીનો સમાગમ : આ દરમ્યાન પંડિતજીને પૂ. મહાત્મા ગાંધીજીનો સમાગમ થયો. એક વિદ્વાનને આવા ઉત્કટ સત્યપ્રેમી જોઈને ગાંધીજીએ એમને આશીર્વાદ આપ્યા અને પોતાની વાતથી પાછા નહીં હઠવા કહ્યું. આ પછી તો ગાંધીજી સાથેનો એમનો પરિચય વધતો જ ગયો. સને ૧૯૨૧-૨૨ માં તેઓ ગાંધીજીના ગુજરાત પુરાતત્તવ મંદિરમાં જોડાયા, અને ત્યાં પંડિતવર્ય શ્રી સુખલાલજીના સહકારમાં સન્મતિતર્કના સંપાદનનું અતિદુષ્કર કાર્ય કર્યું. પ્રાચીન આકર (પ્રમાણભૂત) ગ્રંથોના સંપાદનમાં આ ગ્રંથનું સંપાદન એક નમૂનેદાર સંપાદન ગણાય છે. તેમના આ કામથી ગાંધીજીને ભારે સંતોષ થયો. પંડિતજીને આ અતિ ઝીણા કામને પાર પાડવા માટે પોતાની ડાબી આંખની સદાની ઝાંખપ વહોરી લેવી પડી.
આ પછી ગાંધીજીની દાંડીકૂચનો ઐતિહાસિક પ્રસંગ આવી પડ્યો. એ રણભેરીનો નાદ સંભળાયા પછી ઘરમાં ભરાઈ રહેવું શકય ન હતું. પંડિતજી પણ એ નાદની પાછળ ઘેલા બન્યા અને હસ્તલિખિત “નવજીવન'ના તંત્રી બનીને ૯ મહિના વીસાપુર જેલના મહેમાન બન્યા.
આજીવિકાની સમસ્યા : પણ પંડિતજી માટે ખરી મુશ્કેલીનો સમય તો જેલમાંથી છૂટ્યા પછી શરૂ થયો. તેમને બ્રિટિશ હકૂમતમાં દાખલ થવાનો સખત મનાઈહુકમ મળ્યો હતો, તે છેક ૧૯૩૩-૩૬ની સાલમાં કૉંગ્રેસે પ્રાંતોમાં સત્તા સ્વીકારી ત્યાં સુધી ચાલુ રહ્યો. આ દરમ્યાન આજીવિકા મેળવવાની ભારે મુશ્કેલી હતી. છ-સાત જણનું ભરણપોષણ કરવા સાથે દીકરા-દીકરીઓના અભ્યાસને પણ પહોંચી વળવાનું હતું. આ ચાર-પાંચ વર્ષ લગી કોઈ અણનમ યોદ્ધો ઝઝૂમે તેમ પંડિતજી અણનમપણે જીવનસંગ્રામ ખેલતા રહ્યા અને મારવાડ, રાજસ્થાન જેવા પ્રદેશોમાં સ્થાનકવાસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org