________________
૨૫. બ્રહ્મચારિણી પં. ચંદાબાઈ
ભૂમિકા:રાજા રામમોહનરાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, મહર્ષિ દયાનંદ સરસ્વતી, શ્રીમદ્ રાજચન્દ્ર અને શ્રી રામકૃષ્ણ પરમહંસ વગેરે મહાન વિભૂતિઓ જયારે આપણા દેશના અજ્ઞાન–અંધકારને દૂર કરવા પ્રયત્ન કરી રહી હતી તે સમયની આ વાત છે.
વિશેષ કરીને નારીસમાજ તે સમયે અજ્ઞાન, કુરિવાજો તથા સામાજિક અન્યાચારોથી અભિભૂત હતો. દીકરીઓ મા-બાપ માટે બોજ સમાન હતી. ઘરમાં કન્યાના જન્મને શનિની સાડાસાતની પનોતીથી પણ વિશેષ ભયંકર ગણવામાં આવતો હતો, તે કાળમાં નારીજગતને જાગૃત કરનાર એક મહાન નારીનો જન્મ થયો. તેવિભૂતિએ સ્ત્રીઓને
સ્વાધિકારથી, સ્વબળથી પોતાના પગ પર ઊભા રહેતાં શીખવ્યું. તેમના અધિકારો માટે જાગૃત બનાવીને નીડરતાના પાઠ ભણાવ્યા. પોતાના પ્રત્યક્ષ જીવન દ્વારા ભારતીય નારી સમક્ષ સાચી વીરતા અને સાચા ભાગનું સ્વરૂપ બતાવી આપ્યું. આત્મબળ અને પ્રેરણાનાં પીયૂષનું પાન કરાવીને સ્ત્રીઓના સ્વાભિમાનને જાગૃત કર્યું. તેઓ આત્મસાધનામાં સંન્યાસી, લોકવ્યવહારમાં કાર્યદક્ષ, વિશ્વ અને વિશ્વાત્માના સમન્વયકાર, જીવનમાં ધાર્મિક અને વ્યવહારમાં દેશસેવક હતાં. તત્કાળ જિવાતા જીવનના સિદ્ધાંતોમાં
૧૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org