________________
૩૩. મુનિ શ્રી સંતબાલજી
ભૂમિકા : પ્રાચીન કાળથી ભારતમાં રાજયકર્તાઓનો વર્ગ કષિમુનિઓનો આદર કરતો; તથા સત્ય, અહિંસા અને ન્યાયનીતિથી રાજય ચલાવીને પ્રજાનું પાલન કરતો. સંતોએ પોતાના આત્મકલ્યાણની સાથે સાથે સમાજના કચડાયેલા, ગરીબ, અભણ, વનવાસી વગેરે વર્ગોને તેમજ નારીસમાજને માર્ગદર્શન, પ્રેરણા અને વાત્સલ્ય આપ્યાં છે. આ વર્ગો સન્માનભર્યું જીવન જીવી શકે એ માટે સંતોએ તેમને મદદરૂપ થવું જોઈએ અને એ રીતે સમાજસેવામાં પ્રવર્તવું જોઈએ, એવી ગાંધીવાદી માન્યતા ધરાવનાર ગુજરાતના પ્રસિદ્ધ જૈન સાધુ શ્રી સંતબાલજી વીસમી સદીના એક વિશિષ્ટ લોકસંત થઈ ગયા.
જન્મ-બાલ્યકાળ : શ્રીમદ્ રાજચંદ્ર અને મહર્ષિ દયાનંદ સરસ્વતીને જન્મ આપનાર મોરબી તાલુકાના ટોળ ગામે સંતબાલજીનો જન્મ વિ. સં. ૧૯૬૦ના શ્રાવણ સુદ પૂનમને દિવસે એક પ્રતિષ્ઠિત અને સંસ્કારી કુટુંબમાં થયો હતો. ટોળ ગામ ટંકારાથી ચાર માઈલ દૂર છે. તેમનું મૂળ નામ શિવલાલ, પિતાનું નામ નાગજીભાઈ અને માતાનું નામ મોતીબહેન હતું. માતા-પિતા પાસેથી અને મોસાળમાં બાળપણથી જ એમને
૨૨૮ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org