SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી પુરાતત્ત્વવિદ્ અને પ્રાચ્યવિદ્યાપ્રેમીઓમાં એક વિશ્વ-વિદ્યુત વિરલ વિભૂતિ એટલે મુનિ જિનવિજયજી. અનેક શોધ-સંસ્થાન, ગ્રંથ-સંસ્થાન, ગ્રંથભંડાર, પ્રાચીન ગ્રંથમાળા આદિનાં સ્થાપન, નિર્દેશન, સંયોજન, સંચાલન વગેરે દ્વારા દેશવિદેશના અસંખ્ય વિદ્વાનોની જ્ઞાનપિપાસા સંતોષવામાં અને ભારતીય વાડ્મયના અમૂલ્ય ખજાનાને અત્યંત સમૃદ્ધ બનાવવામાં અનન્ય ફાળો અર્પનાર મુનિશ્રી જિનવિજયજી આજન્મ વિદ્યોપાસક અને મહાન મનીષી હતા. જન્મ : શ્રી જિનવિજ્યજીનો જન્મ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના હુરડા તાલુકાના રુપાહેલી નામના ગામમાં ઈ. સ. ૧૮૮૮ના જાન્યુઆરીની ૨૭મી તારીખે અર્થાત્ સં. ૧૯૪૪ના માઘ શુકલા ૧૪ના રોજ પરમારવંશીય ક્ષત્રિય કુળમાં થયો હતો. તેમના પિતાનું નામ શ્રી બિરધીસિંહ (વૃદ્ધિસિંહ) અને માતાનું નામ રાજકુંવર હતું. તેમનું બાળપણનું નામ કિશનસિંહ હતું. મુનિશ્રીના પૂર્વજોએ ઈ. સ. ૧૮૫૭ના બળવામાં અંગ્રેજ વિરુદ્ધ ભાગ ભજવ્યો હતો, તેથી અંગ્રેજ સરકારે તેમની માલ-મિલકત જપ્ત કરી લીધી Jain Education International ૧૭૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy