________________
શ્રદ્ધેય શ્રી જિનેન્દ્ર વર્ણી
તા. ૨૪–૫–૮૩ નો દિવસ આવ્યો. આચાર્યશ્રીનો આહાર થઈ ગયો હતો. ત્યારે શ્રી વર્ણીજી મહારાજે એક એલક મહારાજને કહ્યું...‘આચાર્યશ્રીને સૂચના આપો કે મારી ચેતના લુપ્ત થઈ રહી છે.’” આચાર્યશ્રી એમની નજીક આવ્યા. વિનય સહિત આચાર્યશ્રીને ત્રણ વાર નમસ્કાર કર્યા. આચાર્યશ્રીએ એમને નમસ્કાર મંત્ર બોલવા કહ્યું ત્યારે ૐ નો બે વખત ઉચ્ચાર કર્યો. ત્રીજો ૐ અને એમનું મસ્તક આચાર્યશ્રીના ચરણોમાં ઢળી પડયું. આવી રીતે તેઓશ્રી તા. ૨૪–૫–૮૩ના રોજ સવારે ૧૧ વાગ્યે પરમ શાંત ભાવ સહિત મહાપ્રયાણ કરી ગયા. તેમણે જે નિષ્ઠા અને નિરાકુળતાથી ‘સમાધિમરણ’નાં સુમેરુ પર આરોહણ કર્યું તેનાથી એમની અનાસક્તિ, એમનું નિર્મમત્વ અને દેહભાવથી ઉપર ઊઠી જવાનું સામર્થ્ય સિદ્ધ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
૨૬૫
www.jainelibrary.org