________________
દાનવીર શ્રી મેઘજીભાઈ પેથરાજ
૨૩૭
સુધીમાં ૩૧ વર્ષની કારકિર્દી દરમિયાન તેમણે પૂર્વ આફ્રિકા અને ભારતમાં પપ જેટલી લિમિટેડ કંપનીઓ સ્થાપી દીધી.
લક્ષ્મીની અઢળક કૃપા હોવા છતાં લક્ષ્મીના દાસ બનવાનું એમને ક્યારેય પસંદ ન હતું. એમના પહેરવેશમાં સાદગી અને વર્તનમાં નમ્રતા હતી. પરિણામે એમના સાથીઓ અને હાથ નીચે કામ કરતા અધિકારીઓ તથા કર્મચારીઓ તેમને એક વડીલ તરીકે માન આપતા અને સદાય એમને વફાદાર રહેતા. એ બધાની સુખસગવડનું પણ એ પૂરું ધ્યાન આપતા.
નિવૃત્તિમાર્ગ તરફ: ઈ. સ. ૧૯૪૪માં વિમાનની મુસાફરી દરમ્યાન એક વખત ખૂબ આંચકાઓનો અનુભવ થતાં તેઓ વિચારદશામાં ચડી ગયા અને ઉપાર્જન કરેલી વિપુલ સંપત્તિનો કેવી રીતે સદુપયોગ કરીને તેને સુવ્યવસ્થિત કરી નાખવી તેનો તેમણે નિર્ણય કરી લીધો. આ રીતે જનકલ્યાણની પ્રવૃત્તિરૂપી નિવૃત્તિમાર્ગ તરફ તેઓ વળ્યા. નિવૃત્તિના સમયે પોતાના આફ્રિકાના સમગ્ર વેપારધંધાનો કારભાર એમણે શ્રી ગે નામના એક અનુભવી અંગ્રેજ સગૃહસ્થને સુપરત ક્ય હતો. મુંબઈની ઑફિસની જવાબદારી શ્રી. સી. યુ. શાહને સોંપી હતી. તેઓ તેમના મુંબઈ ખાતેના ધંધાનું જ નહિ, પણ સાથે સાથે એમની ભારત ખાતેની લાખો રૂપિયાની સખાવતોનું સંચાલન પણ કરતા હતા. તેમને તેમના ઉપર એક પુત્ર જેટલો પ્રેમ હતો.
અગાઉ પણ મેઘજીભાઈ ઘણી વાર કહેતા કે ધનનો કેવળ સંચય કરવાથી એ નિર્માલ્ય બને છે; એનો ક્ષય થાય છે, સાથે એનો સંચય કરનારનું પુણ્ય પણ ખલાસ થાય છે. એ એમ પણ માનતા કે માત્ર દાન કરવાથી માણસ પુણ્યનો અધિકારી નથી થઈ જતો, એણે સેવાકાર્યમાં સક્રિય રસ લેવો પણ જરૂરી છે. આવી માન્યતાવાળા મેઘજીભાઈએ હવે કર્મરૂપી દુનિયાને તિલાંજલિ આપી દાનરૂપી ધર્મ તરફ પ્રયાણ કર્યું.
દાનગંગ : સાર્વજનિક કાર્યમાં મદદ કરવાની વ્યવસ્થિત રીતની શરૂઆત ૧૯૩૬ ની સાલથી થઈ. સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડયો અને તેમાં મદદ કરવા આફ્રિકામાં સમિતિની સ્થાપના કરવામાં આવી. મેઘજીભાઈ આ સમિતિના અધ્યક્ષપદે હતા. આ સમિતિએ ઘણું મોટું ભંડોળ એકઠું કર્યું. | મેઘજીભાઈ ધર્મ જૈન હતા પણ એમનું વલણ સાંપ્રદાયિક ન હતું. એ એમ ઇચ્છતા કે જેનોના બધા સંપ્રદાયો એક થાય અને સંગઠન સાધે, પણ એમની એ આકાંક્ષા સિદ્ધ ન થઈ શકી. એમણે ઓશવાળ જ્ઞાતિ માટે જામનગરમાં બોર્ડિંગ, નૈરોબીમાં કન્યાશાળા, થીકામાં સભાખંડ વગેરે બનાવવામાં સારો ફાળો આપ્યો હતો. આમાં પણ જ્ઞાતિ પ્રત્યેના પક્ષપાત કરતાં ધર્મ પ્રત્યેની આસ્થા વિશેષ હતી. એમના ઉદ્ગાર હતા : “માનવજીવનને જૈનધર્મના અહિંસા અને અપરિગ્રહના ઉપદેશની આજે જેટલી જરૂર છે, તેટલી ક્યારેય ન હતી.” જૈનધર્મ વિશ્વધર્મ બનવાની યોગ્યતા ધરાવે છે, એમ તેઓ અંત:કરણપૂર્વક માનતા. ૧૯૫૭માં મુંબઈમાં મળેલા શ્રી જૈન શ્વેતાંબર પરિષદના વીસમા અધિવેશનમાં એમણે એમના આ વિચારો રજૂ કર્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org