________________
મહાપંડિત શ્રી લાલન
૩૫
કરીને સામયિકની વિધિ, વિશ્વપ્રેમ, નીતિમય જીવન, સમાજસેવાની ભાવના, મનુષ્યભવની સફળતા માટે સાદાઈ, સરળતા, ઉચ્ચ વિચારોની આવશ્યકતા ઇત્યાદિ વિવિધ વિષયોની સમજૂતી પોતાની લાક્ષણિક શૈલીથી આપતા. આથી યુવાનો, બાળકો, બહેનો, વિદ્વાનો, અભણ લોકો અને સર્વ ધર્મ જાતનાં ભાઈ-બહેનો તેમનાં વ્યાખ્યાનોનો લાભ લેતાં.
ધર્મપ્રચાર અર્થે અને વ્યાખ્યાનો આપવા માટે તેઓ અનેક પ્રદેશોમાં જતા. મુંબઈ, હુબલી, ગદગ, જામનગર, સોનગઢ, પાલિતાણા, અમદાવાદ, અગાસ, વડવા (ખંભાત), સાંગલી વગેરે વિવિધ ક્ષેત્રોમાં તેઓની ધર્મગોષ્ઠી અને સભાઓ યોજાતી. ઈ. સ. ૧૯૧૮ માં તેમને ધર્મપત્નીનો વિયોગ થયો. ત્યારપછી થોડો સમય તેઓ મઢડામાં લાલનનિકેતનમાં રહ્યા હતા. ત્યારબાદ પણ તેઓ વિવિધ પ્રદેશોમાં ફરતા રહ્યા, પણ વધારે સમય અમદાવાદ, સૌરાષ્ટ્રનાં વિવિધ ગામો અને ખાસ કરીને જામનગરમાં તેમનો નિવાસ રહેતો. અહીં છેલ્લા દિવસો તેઓએ પાર્વતીબહેનને ત્યાં વિતાવેલા. ચર્મચક્ષુ ન હોવા છતાં દિવ્યચક્ષુઓ દ્વારા તેમનો બધો વ્યવહાર ચાલતો. દિનાંક ૭–૧૨–૧૯૫૩ ના રોજ તેમણે પંચપરમેષ્ઠીના સ્મરણપૂર્વક શાંતિથી પોતાનો દેહ છોડી પરમધામ પ્રત્યે પ્રયાણ કર્યું. ૯૬ વર્ષનું દીર્ઘ આયુષ્ય પૂર્ણ કરી તેઓએ ચિરવિદાય લીધી. ત્યારબાદ જામનગરમાં તેમના પુયા અઠ્ઠાઈ મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો.
કેટલાક મહત્ત્વના પ્રસંગો અને અન્ય વિશેષતાઓ
મહાપંડિત શ્રી લાલનના જીવનની કેટલીક રસપ્રદ માહિતી સાધકને, અભ્યાસીને અને સામાન્ય વાચકને ઉપયોગી હોવાથી અહીં રજૂ કરવામાં આવે છે?
૧. યુવાવસ્થામાં તીવ શાનપિપાસા:સો સવાસો વર્ષ પહેલાં મુંબઈ આજના જેવું ગીચ નહોતું. ત્યારે શ્રી લાલન બહુ દૂરના પોતાના ઘેરથી ચોપડીઓના થોકડા લઈને મસ્જિદ બંદરના પુલ સુધી આવતા અને એક જાહેર રસ્તાના શાંત પ્રકાશ વેરતા મ્યુનિસિપાલિટીના દીવા પાસે બેસીને કલાકો સુધી વાંચવામાં તલ્લીન બની જતા.
નિયમિત આવનાર અને વાચનમાં તલ્લીન થનાર કુમાર બધાને એવા તો પ્રિય થઈ પડ્યા કે ક્યારેક કોઈ કારણવશ તેઓ ન આવી શકે તો ત્યારે જાહેર સલામતીના ચોકીદારો પણ તેમની ચિંતા સેવતા. આમ, સામાન્ય જનોમાં પણ તેઓને માટે ભારે હમદર્દી રહેતી. આમાંથી તેઓશ્રી માનવપ્રેમના મંત્રો શીખતા અને ધર્મની જ્યોત જગમગતી રાખવા ધર્મસૂત્રો-મંત્રો અને સિદ્ધાંતોને પોતાના જીવનમાં જડી લેવાનો પ્રયત્ન કરતા.
એક વખત એક નવો સિપાઈ ફરતો ફરતો પુલ ઉપર આવી ચડ્યો. તેણે કુમાર લાલનને વાચનમાં તલ્લીન થયેલા જોઈને પૂછયું: .. “ભાઈ ! તું ક્યાં રહે છે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org