________________
કવિરત્ન શ્રી નાનચંદ્રજી મહારાજ
૧૧૫ તેમનાં પ્રવચનોમાં જે મોટી હાજરી થતી તે પરથી ખ્યાલ આવતો કે સૌરાષ્ટ્ર-કચ્છમાંથી કેટલી મોટી સંખ્યામાં જૈનો અહીં આવીને વસ્યા હતા. આ ચાતુર્માસમાં સ્થાનકવાસી ઉપાશ્રયની ભવ્ય ઇમારતનો પાયો નંખાયો. સમસ્ત જૈન સમાજમાં ધર્મજાગૃતિની સરસ લહેર વ્યાપી ગઈ. અહીં તેઓએ અ.ભા.સ્થા. જૈન કૉન્ફરન્સને પણ સંબોધી હતી.
વિ. સં. ૧૯૮૩નું ચાતુર્માસ લીંબડીમાં થયું. ત્યાં શ્રી ચુનીલાલજી મનિની દીક્ષા થઈ. ત્યાર પછી વિ. સં. ૧૯૮૪માં વાંકાનેરનું ચાતુર્માસ કરી, ૧૯૮૫માં મોરબીમાં શ્રી શિવલાલજી(સંતબાલજી)ની દીક્ષા થઈ. ૧૯૮૯નું ચાતુર્માસ આગ્રામાં હતું, દરમિયાન અજમેર સંમેલનમાં તેઓએ લીંબડી સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કર્યું. વિ. સં. ૧૯૯૧માં ઘાટકોપર અને ૧૯૯૨માં કાંદાવાડીમાં તેઓના ચાતુર્માસ થયા. બોરીવલીમાં ૨૦૧૪ અને ૨૦૧૫ના જે ચાતુર્માસ થયા તેમાં ધાર્મિક જાગૃતિ સાથે અનેક સામાજિક અને લોકોપયોગી કાર્યો પણ થયાં. બોરીવલીમાં તે સમયે મધ્યમ અને ગરીબ વર્ગના જૈન વસતા, પણ તેઓની ધર્મ પ્રત્યેની લગન અને શ્રદ્ધા તથા સંપ રાખીને કાર્ય કરવાની ભાવના અદમ્ય હતી. આ કારણથી જ આ ચાતુર્માસમાં ધર્મજાગૃતિ, યુવાપ્રવૃત્તિ, મહિલામંડળની પ્રવૃત્તિઓ અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ સુંદર થઈ.
છેલ્લા ત્રણ ચાતુર્માસ અને બીમારી : વિ. સં ૨૦૧૪નું ચાતુર્માસ પૂર્ણ કરીને મહારાજશ્રી વતન તરફ જવાની ગણતરીથી વજેશ્વરી પધાર્યા, જ્યાં રહેવા માટે આશ્રમ, સેનેટોરિયમ વગેરેની સારી વ્યવસ્થા હતી. પરંતુ અહીંના દોઢ મહિનાના નિવાસ દરમિયાન તેઓનું સ્વાથ્ય વા અને શરદીને લીધે બગડી ગયું. ડૉ. સૂચકની સલાહથી પાછો બોરીવલી ફરવાનો નિર્ણય લેવાયો, જેથી સારવાર વધારે સારી રીતે થઈ શકે. પૂજ્યશ્રીની અસ્વસ્થ તબિયતના સમાચાર સાંભળી હંસાકુમારી મહાસતીજી આદિ અમદાવાદથી ઉગ્ર વિહાર કરી વજેશ્વરી થઈ બોરીવલી આવી પહોંચ્યા. વિ.સં ૨૦૧૫ના આગામી ચાતુર્માસ માટે વતનમાં પહોંચાય તેટલો સમય નહોતો અને પૂજ્યશ્રીને બોરીવલીના સમાજ તરફથી ચાતુર્માસનો ઘણો આગ્રહ હતો, તેથી ચાતુર્માસ બોરીવલીમાં કરવાનું નક્કી થયું. નિવૃત્તિ અર્થે શાંતિથી રહી શકાય તે હેતુથી આ ચાતુર્માસ ઉપાશ્રયમાં ન કરતાં કૃષ્ણકુંજ નામના એક મકાનમાં કર્યો. મહાસતીઓનો ચાતુર્માસ ઘાટકોપરમાં થયો. અહીંના નિવાસ દરમિયાન તેમને નાનો હૃદયરોગનો હુમલો (હાર્ટએટેક) થયેલો, પરંતુ ડૉક્ટરોની જહેમતથી અને પાપકર્મનો ઉદય શાંત થવાથી પૂજયશ્રીની તબિયત સારી થઈ ગઈ અને ચાતુર્માસ પૂરો થતાં ગુજરાત તરફ તેમનો વિહાર ચાલુ થયો. યથા સમયે સંઘ લીંબડી પહોંચી ગયો. રસ્તામાં વીરમગામ નજીક ફરીથી હૃદયરોગનો નાનો હુમલો થયો હતો, પણ ધીરે ધીરે તબિયત થોડી સુધરી કે ફરી પાછા ગુરુદેવ પ્રવચન, લાઇબ્રેરી, વિદ્યાશાળા વગેરેનાં કાર્યોમાં રસ લેવા લાગ્યા. અહીંથી ચાતુર્માસ પૂરો કરી વર્તમાન જીવનના છેલ્લા વિહાર માટે સાયલા તરફ પ્રયાણ કર્યું.
સાયલામાં સ્થિરવાસ અને અંતિમ દિવસો : છેલ્લા ચાર ચાતુર્માસ પૂ. મહારાજશ્રીએ સાયલામાં જ કર્યા. ૮૭મી જન્મજયંતી પૂ. સંતબાલજી, પૂ. ચુનીલાલજી મુનિ તથા અન્ય મહાસતીઓ અને શ્રાવકોની હાજરીમાં પ્રાર્થના, પ્રવચન, ભક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org