SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મવીર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ૪૫ લાવ્યા. આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદમાં સમગ્ર એશિયાના પ્રતિનિધિ તરીકે હાજરી આપી. ૧૮૯૫માં પૂનામાં ભરાયેલી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં મુંબઈના પ્રતિનિધિ તરીકે હાજરી આપી. તેઓ રાષ્ટ્રીય મહાસભાના ચુસ્ત હિમાયતી હતા તેમજ મહાત્મા ગાંધી સાથે એમણે ખોરાકના અખતરા કર્યા હતા. તેઓ ગાંધીજીના સંપર્કમાં પણ સારી રીતે આવ્યા હોય તેમ લાગે છે, કારણ કે વીરચંદભાઈના પુત્ર ઉપર લખેલા એક પત્રમાં ગાંધીજી આશીર્વાદ સાથે પૂછે છે કે, “પિતાજીના આદર્શોમાંથી કંઈ જાળવી રાખ્યા છે ખરા?” આવા વીરચંદ રાઘવજી ગાંધીનું સાડત્રીસ વર્ષની વયે ઈ. સ. ૧૯૦૧માં મુંબઈમાં અવસાન થયું. માત્ર સાડત્રીસ વર્ષની આયુમાં કેવી અપૂર્વ સિદ્ધિ મેળવી છે વીરચંદભાઈ ગાંધીએ ! આ સિદ્ધિને અંજલિ આપવા મારી પાસે કોઈ શબ્દો નથી. માત્ર રાષ્ટ્રશાયર ઇકબાલનો એક શેર છે —– હજારોં સાલ નરગીસ અપની બેન્રીપે રોતી હૈ, બડી મુશ્કિલ સે હોતા હૈ ચમનમેં દીદાવર પૈદા. સુંદર આંખને માટે નરગીસના ફૂલની ઉપમા આપવામાં આવે છે. આ નરગીસનું પુષ્પ હજારો વર્ષની પોતાની જ્યોતિહીનતા–બેનૂરી માટે રડતું રહે છે. ઘણાં વષો પછી બાગમાં એને જોનારો (દીદાવર) પેદા થાય છે અને તે ખીલી ઊઠે છે.] વીરચંદ રાઘવજી ગાંધી એ આ ચમનમાં પેદા થયેલા આવા એક દીંદાવર હતા! Jairl'Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy