________________
જૈનધર્મભૂષણ શ્રી શીતલપ્રસાદજી
તીર્થસેવા અને ધર્મપ્રચાર : બ્રહ્મચારીજીએ સમસ્ત ભારતમાં ધર્મપ્રચાર અર્થે પરિભ્રમણ કર્યું. તેઓ બૌદ્ધદર્શનના અભ્યાસ અર્થે શ્રીલંકા અને બ્રહ્મદેશ પણ ગયા. પાશ્ચાત્ય દેશોમાં જવાની તેમની ભાવના અનુકૂળ સંજોગોના અભાવે બર આવી નહીં. તેઓ ઉદારતા, સહિષ્ણુતા અને વિશ્વકલ્યાણની ભાવનાઓથી વિભૂષિત હોવાથી જ્યાં જતા ત્યાં સૌમાં લોકપ્રિય થઈ પડતા. પોતાની યાત્રાની તેઓ સૂક્ષ્મ નોંધ રાખતા. મુંબઈ, મદ્રાસ, કર્ણાટક ઇત્યાદિ ક્ષેત્રોમાં પરિભ્રમણ કરીને ત્યાંનાં પ્રાચીન જૈનતીર્થોની તેમણે કરેલી નોંધો પુસ્તકોના રૂપમાં પ્રગટ થઈ છે. જ્યાં જતા ત્યાં લોકોને જૂના તીર્થોના જીર્ણોદ્ધારની પ્રેરણા આપતા.
સાહિત્યસેવા : આ સેવાઓના બે વિભાગ પાડી શકાય : (૧) જૈન પત્રોનું સંપાદન અને (૨) શાસ્ત્રોની ટીકા, અનુવાદ અને સ્વતંત્ર કૃતિઓનું પ્રકાશન.
૧૫૩
(૧) ‘જૈનમિત્ર’નું સંપાદન તેઓએ ઈ. સ. ૧૯૦૯થી ઈ. સ. ૧૯૨૯ સુધી એમ વીસ વર્ષો સુધી કુશળતાપૂર્વક સંભાળ્યું અને અનેક ભેટ પુસ્તકો મોકલી વાચકવર્ગને વિપુલ ધાર્મિક સાહિત્ય પૂરું પાડયું. આ ઉપરાંત ‘જૈન ગેઝેટ’, ‘વીર’ તથા ‘સનાતન જૈન’જેવાં અન્ય પત્રોનું સંચાલન પણ કર્યું. પ્રચારકાર્ય માટે પ્રવાસમાં રહેવા છતાં પણ તેમનું લેખનકાર્ય સતત ચાલુ રહેતું, જેના ફળસ્વરૂપે તેમના લેખો અને તેમના દ્વારા સંપાદિત સામયિકોનું પ્રકાશન હંમેશાં નિયમિતતાથી થતું રહેતું. તેઓ યુવાન લેખકોને લેખો લખવાની પ્રેરણા આપતા અને તેમને ઉત્સાહિત કરતા.
(૨) તેઓએ લખેલા અને સંપાદિત કરેલા ૭૭ ગ્રંથો છે જેમનું વિશ્લેષણ વિષયાનુસાર નીચે પ્રમાણે છે :
અધ્યાત્મવિષયક : ૨૬
જૈનદર્શન અને ધર્મ : ૧૮ નીતિ-વિષયક : ૭
ઇતિહાસવિષયક : ૬
તારણ-સ્વામીનું સાહિત્ય : ૯ જીવનચરિત્રો : પ
અન્ય. .
:
આ બધા ગ્રંથોમાં તેમણે પોતાની વિદ્વત્તા, અનુભવ, ભાષાજ્ઞાન, સાધના અને સિદ્ધાંતનિષ્ઠાનો પરિચય કરાવ્યો છે. રોજબરોજના જીવનમાં સર્વ્યવહાર કેવી રીતે પાળી શકાય તે વિષેના શાસ્ત્રીય દૃષ્ટિકોણને તેમણે સરળ અને સાદી ભાષામાં રજૂ કરીને આત્મસાધના અને સદાચારપાલનમાં ઉદ્યમવાળા સાધકો ઉપર મહાન ઉપકાર કર્યો છે. પ્રવચનસાર, સમયસાર,નિયમસાર, પરમાત્મપ્રકાશ, સમાધિશતક, ઇટોપદેશ, તત્ત્વભાવના, તત્ત્વસાર, સ્વયંભૂસ્તોત્ર ઇત્યાદિ અનેક મહાન ગ્રંથોનું ટીકા-અનુવાદ સહિત તેમણે પ્રકાશન કર્યું. ગુજરાતમાં, શ્રીમદ્ાજચંદ્રના મહાન ભક્ત શ્રી લલ્લુરાજસ્વામીના સમાગમમાં રહી તેમણે તૈયાર કરેલા ‘સહજ સુખ સાધન ’ નામનો ગ્રંથ મુમુક્ષુઓને ખૂબ ઉપયોગી છે. તેનો ગુજરાતી અનુવાદ પણ પ્રસિદ્ધ થયો છે. ગ્રંથની અંત:પ્રશસ્તિમાં ઉપર્યુક્ત બન્ને પુરુષો પ્રત્યેનો તેમનો અહોભાવ અને આત્મીયતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org