________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
જણાઈ આવે છે. આધ્યાત્મિક ગ્રંથોને સરળ હિંદી ભાષામાં ઉપલબ્ધ કરાવનાર આદ્યપુરુષોમાં તેમની ગણતરી કરવી જોઈએ. તેમની આધ્યાત્મિક સાધનાની અભિરુચિ જોઈને ચૌલાચાલુ પંડિતો ‘સમયસારી ’–માત્ર અધ્યાત્મવાદી કહીને તેમની હાંસી ઉડાવતા, પણ સાધના અને સેવામાં નિષ્ઠાવાળા બ્રહ્મચારીજી ઉપર તેની કોઈ અસર થતી નહીં.
૧૫૪
:
પ્રશંસનીય સમાજસેવા અને પદવીદાનસમારંભ ઃ નાની ઉંમરથી જ તેઓશ્રીએ સમાજસેવા માટે ભેખ લીધો હતો. હાથમાં લીધેલું કોઈ પણ કાર્ય સ્વાશ્રયથી પૂરું કરવું અને બીજા સહયોગીઓને પણ તેમાં ઉદારતાથી સામેલ કરવાની તેમની અદ્ભુત કાર્યદક્ષતા તેમના સદ્ગુણો વિષે આપણને ઘણું ઘણું કહી જાય છે. શિક્ષણનો પ્રચાર, કુરિવાજોનું નિવારણ, મતભેદોને મિટાવીને સંપની સ્થાપના કરવી, વિવિધ સંસ્થાઓ તથા મંડળીઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને દરેક પ્રકારે મદદ કરવી, વાર્ષિકોત્સવો અને વિવિધ ધાર્મિક આયોજનોમાં હાજર રહી જૂની અને નવી બન્ને પેઢીઓને માર્ગદર્શન આપવું, ઇત્યાદિ વિવિધ કાર્યો દ્વારા સમસ્ત ભારતમાં તેમણે યશ મેળવ્યો હતો. તેમણે સ્થાપેલી મુખ્ય સંસ્થાઓનાં નામ નીચે પ્રમાણે છે :
(૧) સ્યાદ્વાદ વિદ્યાલય, બનારસ.
(૨) શ્રી ઋષભ બ્રહ્મચર્યાશ્રમ, હસ્તિનાપુર. (૩) જૈન શ્રાવિકાશ્રમ, મુંબઈ.
( ૪ ) જૈન બાળા આશ્રમ, આરા.
(૫) શ્રી જૈન વ્યાપારિક વિદ્યાલય, દિલ્હી.
ઉપરાંત તેઓશ્રીએ અનેક જૈન બોર્ડિંગો અને પાઠશાળાઓ સ્થાપી છે.
તેઓશ્રીની આવી અનેક પ્રકારની સેવાઓને ધ્યાનમાં લઈને તા. ૨૮-૧૨૧૯૧૩ના રોજ બનારસમાં ડૉ. હર્મન જેકોબીના પ્રમુખપદે મળેલી વિશાળ સભાએ તેમને ‘જૈન ધર્મભૂષણ'ની સન્માનનીય પદવીથી વિભૂષિત કર્યા. બરૈયાએ પણ આ સભામાં તેમનું આદરયુક્ત સન્માન કર્યું હતું. પોતાના સમાચારપત્રમાં આ વિષે કોઈ માહિતી આપી નહોતી. નિ:સ્પૃહતા !
ગુરુ ગોપાલદાસજી આમ છતાં તેમણે કીર્તિ પ્રત્યેની કેવી
આવાં વિવિધ પ્રશંસનીય સામાજિક કાર્યો કરવા છતાં તેમના વિરોધીઓએ તેમને અનેક પ્રકારે રંજાડયા હતા. તેમના ઉગ્ર સુધારાવાદી વિચારોથી જૂની પેઢી તો તેમનાથી ખૂબ જ છંછેડાઈ ગઈ હતી. ઉદારતા અને નિ:સ્પૃહતાથી શાસ્ત્રસમ્મત સુધારાઓ માટે જ તેઓએ પ્રયત્ન કર્યા હતા. તેથી તેમના વિરોધીઓને પાછળથી પોતાનાં દુષ્કૃત્યો માટે ગ્લાનિ થઈ હતી.
અંતિમ દિવસો : ૬૨ વર્ષની ઉંમરે પહોંચતાં તેમને કંપવાનો રોગ લાગુ પડયો હતો. જો કે તેની ચિકિત્સા માટે મુંબઈ, દિલ્હી, રોહતક વગેરે અનેક સ્થળોએ પ્રયત્નો કરવામાં આવ્યા પણ તેમાં સફળતા મળી નહીં. કંપવાનો રોગ, પહેલાં માત્ર હાથમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International