________________
૧૧૦
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
અંતિમ અવસ્થા : સૌરાષ્ટ્રથી જે અશક્તિ અને ઘૂંટણ તથા શરીરનું દર્દ ચાલુ થયેલું તે ઓછું થાય તે પહેલાં જ વિ. સં. ૧૯૯૯ના જેઠ સુદ પૂનમને દિવસે, મહારાજશ્રીની દીક્ષા સુવર્ણજયંતીની ઉજવણી પછી માત્ર છ મહિનામાં જ તેઓશ્રીને જમણી બાજુના અર્ધા અંગમાં પક્ષઘાતનો હુમલો થયો. પીઠના નીચેના ભાગમાં મોટું ગૂમડું પણ થયું હતું. છતાં તેઓએ શાંતિથી સૌને ખમાવીને સમતાપૂર્વક દેહત્યાગ કયો. સ્મશાનયાત્રા અને ઉત્તરક્રિયા પણ તેમના પદને અને વ્યક્તિત્વને અનુરૂપ થયાં. સમસ્ત રાજયમાં શોક પાળવામાં આવ્યો અને તેમના જીવનકાર્યને અનુરૂપ શ્રી જવાહર વિદ્યાપીઠ' ની સ્થાપના કરવામાં આવી.
પૂ. મહારાજશ્રીની વિશેષતાઓ : (૧) તેમના જીવનમાં બાળપણથી જ વૈરાગ્યના દઢ સંસકાર ઉદય પામ્યા હતા. (૨) માત્ર રૂઢિગત ક્રિયાઓમાં જ રોકાઈ ન રહેતાં જ્ઞાનની આરાધના તરફ
તેઓ વિશેષ લક્ષ આપતા. (૩) તેઓ પ્રગતિશીલ, સુધારાવાદી અને રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલા હતા.
પોતાની મર્યાદામાં રહી સમસ્ત સમાજના ઉત્કર્ષમાં યોગદાન આપવાની
નીતિમાં તેઓ અંત સુધી દેઢ હતા. (૪) ધાર્મિક પુરુષો ઉપરાંત રાષ્ટ્રની અનેક પ્રતિભાસંપન્ન વ્યક્તિઓ પણ
તેમનાં દર્શન, સત્સંગ અને પ્રવચન અર્થે આવતી, જેમાં મુખ્ય નામો નીચે પ્રમાણે ગણાવી શકાય : ૧. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ૨. સરદાર વલ્લભભાઈ પટેલ ઈ
છે વિ. સં. ૧૯૯૩, રાજકોટ ૩. શ્રી બાળગંગાધર તિલક વિ. સં. ૧૯૭૨, અહમદનગર ૪. શ્રી પટ્ટાભી સીતારામૈયા વિ. સં. ૧૯૯૩, પોરબંદર ૫. પં. મદનમોહન માલવિયાજી વિ. સં. ૧૯૮૪, બીકાનેર ૬. સેન્ડો પ્રોફેસર રામમૂર્તિ વિ. સં. ૧૯૭૨, અહમદનગર ૭. સેનાપતિ બાપટ,
વિ. સં. ૧૯૭૧, પારનેર ૮. સંત વિનોબા ભાવે
(માહિતી મળતી નથી.) ૯. શ્રી રામનરેશ ત્રિપાઠી વિ. સં. ૧૯૮૭, બીકાનેર ૧૦. કાકા કાલેલકર ] ૧૧. શ્રી ઠક્કરબાપા |
(માહિતી મળતી નથી.) ૧૨. સૌરાષ્ટ્ર-રાજસ્થાનના રાજવીઓ વિવિધ સ્થળોએ ૧૩. સર મનુભાઈ મહેતા
વિ. સં. ૧૯૮૪, ભીનાસર (૫) નિર્લસનીપણું, સમાજસુધારણા અને વ્યાપક દષ્ટિ : તે જમાનામાં સમસ્ત ભારતીય સમાજમાં અને જૈન સમાજમાં પણ જ્ઞાનપ્રચારનો અભાવ હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org