________________
૧૫. કવિરત્ન શ્રી નાનચંદ્રજી મહારાજ
સર્વ જીવો સાથે મૈત્રીભાવ, જન્મજાત કવિત્વ, મધુર રાગમાં ભક્તિગીતોનું ગાન, સહજ-પરોપકારવૃત્તિ અને સર્વધર્મસમભાવ આદિ વિશિષ્ટ ગુણોની સૌરભથી પશ્ચિમ ભારતમાં પાંચ દાયકાઓ કરતાં પણ અધિક સમય સુધી ધર્મજાગૃતિનો સંદેશ આપનાર શ્રી નાનચંદ્રજી મહારાજ વર્તમાન શતાબ્દીના એક મહાન ભક્ત-સંત હતા.
66
ભૂમિકા અને જન્મ : પશ્ચિમ ભારતનો સૌરાષ્ટ્ર પ્રદેશ સંતો, શૂરવીરો અને દાતારોની જન્મભૂમિ તરીકે સુપ્રસિદ્ધ છે. તેના ઝાલાવાડ (વર્તમાન સુરેન્દ્રનગર) નામના જિલ્લામાં સાયલા નામનું ગામ છે. આ ગામમાં લાલા ભગત નામના સંત થઈ ગયા, તેથી આ ગામ ભગતના ગામ” તરીકે પણ ઓળખાય છે. આ ગામમાં વિ. સં. ૧૯૩૩ના માગશર સુદ એકમને ગુરુવારે શ્રી નાનચંદ્રજીનો જન્મ થયો હતો. તેમનું જન્મ વખતનું નામ નાગરભાઈ હતું; તેમનાં માતાનું નામ રળિયાતબાઈ અને પિતાનું નામ પાનાચંદભાઈ હતું. આ ધર્મનિષ્ઠ સદાચારી કુટુંબ દશાશ્રીમાળી વણિક ગણાતું અને તેમાં સ્થાનકવાસી સંપ્રદાયના સંસ્કાર હતા. બાળકની પાંચ વર્ષની ઉંમરે માતાએ અને અગિયાર વર્ષની ઉંમરે પિતાએ વિદાય લીધી. તેથી તેમનાં ભાભી મોંઘી
૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org