________________
" મને
પાન,
*
I
I,
II
---
૧. દાનવીર જૈનકુલભૂષણ શેઠ શ્રી માણિકચંદ (જે. પી)
ભૂમિકા : આ જગતમાં જે મનુષ્યો પરોપકારરત રહીને સત્કાર્યોમાં પોતાની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરે છે અને સર્વત્ર સુયશની સુગંધ ફેલાવે છે તેઓ સાચે જ મહાન છે.
આ શતાબ્દીમાં કેટલાક એવા જૈન શ્રેષ્ઠીઓ થઈ ગયા છે જેમણે પોતાની ધનસદાનો સમાજોન્નતિનાં કાર્યોમાં સુંદર રીતે ઉપયોગ કર્યો અને આ રીતે જેઓ શ્રેષ્ઠ અને અનુકરણીય જીવન જીવી ગયા. મુંબઈનિવાસી શ્રી માણિકચંદ હીરાચંદ જોહરીની પણ આવા જ શ્રેષ્ઠીઓમાં ગણના થઈ શકે. તેઓ પોતાની પુણ્યસંપદા દ્વારા જૈન સમાજને અનેક રીતે લાભાન્વિત કરતા ગયા છે. સામાન્ય રીતે, ધનવાનોમાં વિલાસિતા અને પોતાના ધનવૈભવના અભિમાનનું પ્રાધાન્ય હોય છે. પરંતુ શેઠશ્રી માણિકચંદના જીવનમાં આનાથી તદ્દન વિપરીત એવાં નિરભિમાનતા, ઉદારતા, નિર્બસનીપણું, કર્મયોગીપણું અને ધર્મપ્રેમ દેષ્ટિગોચર થાય છે.
- કુળપરંપરા, જન્મ તથા બાળપણ: શેઠ માણિકચંદના પિતામહ ગુમાનજી ભીડર(જિ. ઉદેપુર, રાજસ્થાન)માં નિવાસ કરતા હતા. તેમને અફીણનો વેપાર હતો. વ્યાપારના ; વિકાસાર્થે વિ. સં. ૧૮૪૦(ઈ. સ. ૧૭૮૩)માં તેઓ સુરતમાં આવીને વસ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org