________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
અને સુધારાવાદીપણું પણ પંડિતજીને સ્પર્શી ગયાં હતાં. તેથી જ તેમની મૈત્રીપૂર્ણ આત્મીયતામાં પરિણમી હતી. પ્રેમીજીએ પોતાની ત્રણ ઉત્કટ અને અંતિમ અભિલાષાઓ પંડિતજી સમક્ષ નીચે પ્રમાણે રજૂ કરી હતી :
૧૭૦
( ૧ ) જૈન વિદ્વાનોની બહુશ્રુતતા, સાત્ત્વિકતા અને પ્રતિષ્ઠાનું સ્તર ઊંચે આવવું જોઈએ.
(૨) જૈન ભંડારોનું-ઓછામાં ઓછું દિગંબર ભંડારોના ઉદ્ધારનું, રક્ષણનું, અન્વેષણનું અને નવીન પદ્ધતિ પ્રમાણે તે ગ્રંથોનાં પ્રકાશનોનું કામ સત્ત્વરે હાથ ધરાવું જોઈએ.
(૩) જૈનોમાં રહેલી જાતિ-ઉપજાતિની સંકુચિતતાનું અને બહેનો તથા ખાસ કરીને વિધવાઓની દયનીય દશાનું નિવારણ કરવાની યોજના કાર્યાન્વિત કરવી જોઈએ. ઉપસંહાર : એક તદ્દન ગામઠી અને ગરીબ પરિવારમાં જન્મી, પોતાના અથાગ અને પ્રામાણિક પરિશ્રમથી હિંદી ભાષા તેમજ જૈન સાહિત્યના અખિલ ભારતીય સ્તરના એક મહાન પ્રકાશક, સંપાદક અને સાહિત્યકાર તરીકે તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિ ખરેખર પ્રશંસનીય અને અનુકરણીય છે. તેમની ૬૬ વર્ષની અવસ્થાએ પ્રગટ થયેલા તેમના અભિનંદનગ્રંથમાં જૈન સમાજના જ નહીં પણ સમસ્ત ભારતના રાષ્ટ્રપ્રેમી, સમાજપ્રેમી, હિંદીપ્રેમી અને સેવાપ્રેમી–એમ વિવિધ ક્ષેત્રના ૧૨૫થી પણ વધારે મહાનુભાવોએ ઉત્સાહ, સ્વેચ્છા અને સક્રિયતાપૂર્વક જે રસ દાખવ્યો, તે પરથી તેમની બહુમુખી પ્રતિભાની સહેજે કલ્પના થઈ શકે છે. આવા વિરાટ વ્યક્તિત્વના જીવનશિલ્પી થવા માટે તેઓએ સમાસેવા, જ્ઞાનપિપાસા, અવિરત પરિશ્રમશીલતા, ધૈર્ય, નિપુણતા, સહિષ્ણુતા, સત્યસંશોધકતા, વિશ્વમૈત્રી, અસાંપ્રદાયિકતા, સુધારાવાદીપણું વગેરે અનેક ઉચ્ચતમ ગુણોનું દાયકાઓ સુધી નિષ્ઠાપૂર્વક સેવન કર્યું હતું. તેથી જ તેઓ માનવમાંથી મહામાનવ તરફની સફળ સફર કરી
શકયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org