________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
વ્યાખ્યાનકળાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા અને બંનેએ સાથે મળી, સમાજનો સહકાર મેળવી, વિ. સં. ૧૯૪૯ના માગસર સુદ ચૌદશના રોજ મુંબઈ જેન સભાની સ્થાપના કરી. આ સભા અનેક પ્રકારનાં ધાર્મિક અને સામાજિક કાર્યો કરતી. જૈન પાઠશાળાઓ સ્થાપવી, ધાર્મિક જ્ઞાનની પરીક્ષાઓ લેવી, ઉપદેશકો તૈયાર કરી ધર્મપ્રચાર કરવો, વિવિધ મંદિરોના શાસ્ત્રભંડારોમાં પુસ્તક-સંગ્રહ કરવો, તેજસ્વી વિદ્યાથીઓને સ્કૉલરશિપ આપવી, આયુર્વેદિક ઔષધાલયો ખોલવાં તથા પ્રાચીન તીર્થોના ઉદ્ધાર માટે યોગ્ય કાર્યવાહી કરવી વગેરે આ સંસ્થાનાં મુખ્ય કાર્યો હતો. આ સભાના વિ. સં. ૧૯૫૬માં ભરાયેલા અધિવેશનમાં ભિન્ન ભિન્ન પ્રાંતોમાં શાખાઓ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ કાર્યમાં શેઠજીના ભત્રીજા પ્રેમચંદ મોતીચંદ ઝવેરીએ પણ ઘણો સહકાર આપ્યો હતો. - “જૈન મિત્ર” સામાયિકનો પ્રારંભ : વિ. સં. ૧૯૫૬ ના માગસર વદ ૧૦ ના દિવસે શેઠ માણિકચંદે મુંબઈ જેન સભાના મુખપત્ર તરીકે આ માસિક પત્રની શરૂઆત કરી. તેના પ્રથમ સંપાદક તરીકે પંડિતવર્ય ગોપાલદાસજી બરૈયા અને માલિક તરીકે શેઠ માણિકચંદ નિયુક્ત થયા.
ભારતવર્ષીય દિગંબર જૈન તીર્થક્ષેત્ર કમિટીની સ્થાપના : વિ. સં. ૧૯૫૯ના કારતક વદ ૫(દિનાંક ૨૨-૧૦-૧૯૦૨)ના રોજ પં. ગોપાલદાસજી બરૈયા, બાબુ દેવકુમારજી, મુનશી ચંપતરાયજી વગેરે મહાનુભાવોનાં સહયોગ અને પ્રેરણાથી, ચોરાસી મથુરા ખાતે ભરાયેલા ભારતીય દિગંબર જૈન મહાસભાના અધિવેશનમાં તીર્થક્ષેત્ર કમિટીની સ્થાપના કરવામાં આવી અને તેના મહામંત્રીપદે શેઠ શ્રી માણિકચંદને ચૂંટવામાં આવ્યા.
સ્યાદવાદ વિદ્યાલય, બનારસ : વિ. સં. ૧૯૬૨ના જેઠ સુદ ૧૦(દિનાંક ૧૨–૬–૧૯૦૫)ના રોજ આ વિદ્યાલયની સ્થાપના થઈ.
વિ. સં. ૧૯૫૭માં, વેપારધંધામાંથી નિવૃત્ત થયા પછી શેઠજીને ૧૯૬૧માં ઉજજૈનની પ્રતિષ્ઠા દરમિયાન બ્રહ્મચારી શીતલપ્રસાદજીનો સત્સમાગમ થયો. તેમણે શેઠજીને સંસ્કૃત વિદ્યાની ઉન્નતિ અર્થે પ્રેરણા આપી. આથી તે સમયના અખિલ ભારતીય સ્તરના જૈન અગ્રણીઓ સર્વશ્રી બાબા ભગીરથજી, ગણેશપ્રસાદજી વર્ણી, પન્નાલાલજી બાકલીવાલ તથા બ્રહ્મચારી શીતલપ્રસાદજીના સહિયારા ઉદ્યમથી ભારતના સર્વોચ્ચ વિદ્યાધામ એવા બનારસમાં શેઠશ્રીના વરદ્ હસ્તે આ સ્યાદ્વાદ વિદ્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. છેલ્લા પોણા સૈકામાં આ સંસ્થાએ જેન જગતને હજારો વિદ્યાર્થીઓ અને સેંકડો ઉચ્ચ કોટિના વિદ્વાનોની ભેટ આપી છે.
વિદ્યાનો સર્વતોમુખી પ્રચાર-પ્રસાર :
ધાર્મિક વિદ્યાનો પ્રચાર-પ્રસાર ઃ આ માટે તેઓએ બનારસ અને મુંબઈમાં વિદ્યાલયો સ્થાપ્યાં તથા તે સમયના પંડિત નાથુરામજી પ્રેમી, પંડિત પન્નાલાલજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org