________________
૧૮૦
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
તેમને જર્મન ભાષા શીખવા અને જર્મન વિદ્વાનો સાથે પરિચય કરવા પ્રોત્સાહિત કર્યા. ગાંધીજીએ પણ તેમની જર્મની જવાની ઇચ્છાને અનુમોદન આપ્યું. આમ સૌ તરફથી મળેલા પ્રોત્સાહન અને પ્રસિદ્ધ જર્મન વિદ્વાન પ્રો. હર્મન જેકોબીના આમંત્રણને માન આપી મુનિશ્રી ઈ. સ. ૧૯૨૮માં જર્મની ગયા; અને ત્યાં દોઢ વર્ષ જેટલું રોકાયા. જર્મનીમાં તેમણે બૉન, હેમ્બર્ગ અને લાઇપિસિંગ વિશ્વવિદ્યાલયોના પ્રાચ્યવિદ્યાના વિદ્વાનો સાથે મહત્ત્વપૂર્ણ વિચારોનું આદાનપ્રદાન કર્યું. બર્લિનમાં તેમણે ભારતજર્મન મિત્રતા વધારવા અને દેઢ કરવા “હિન્દુસતાન હાઉસ' નામની સંસ્થાની સ્થાપના કરી. પાછળથી હિન્દુસ્તાન હાઉસ, ભારત–જર્મન સંપર્ક અને સુવિધાનું ઉત્તમ કેન્દ્ર બન્યું તથા અનેક નેતાઓ, વિદ્યાર્થીઓ તથા વેપારીઓ તેનાથી સારા લાભાન્વિત થયા.
મુનિશ્રી ૧૯૨૯ ના અંત ભાગમાં જર્મનીથી સ્વદેશ પાછા ફર્યા. તે સમયે તેમની સમક્ષ બે માર્ગ હતા: એક, વિદ્યા તથા સાહિત્યના વર્તુળમાં પુરાઈને બેસી રહેવાનો અને બીજો, સ્વાતંત્ર્યની હાકલને વધાવી લેવાનો. મુનિજીએ તત્કાલ નિર્ણય કરી પહેલા માર્ગને અમુક સમય સુધી મુલતવી રાખ્યો અને ૧૯૩૦ માં બીજો માર્ગ સ્વીકાર્યો. માર્ચની ૩૦ મીએ ગાંધીજીની વિશ્વવિખ્યાત દાંડીકૂચ દ્વારા મીઠાનો સત્યાગ્રહ શરૂ થયો. મુનિજી સત્યાગ્રહના પરિણામે જેલમાં ગયા. નાસિકની જેલમાં એમનો પરિચય શ્રી ક. મા. મુનશી સાથે થયો અને બંને વચ્ચે વિદ્યાવિષયક વિચારોની ઘનિષ્ઠ આપલે થઈ.
સ્વાધીનતાની લડતનો માર્ગ સ્વીકાર્યા છતાં પણ તેમનું ભાવિ પહેલા માર્ગમાં જ નિર્માયેલું હતું. તે અનુસાર તેઓ શાંતિનિકેતન પહોંચ્યા. ત્યાં કલકત્તાના પ્રમુખ જૈનસાહિત્ય અનુરાગી શ્રી બહાદુરસિંહ સિંધી સાથે વિશદ ચર્ચા અને વિચારવિનિમય થયાં. પરિણામે સિધી જૈન જ્ઞાનપીઠની સ્થાપનાની યોજના આકાર પામી. મુનિજીએ આ કાર્ય માટે પોતાની સેવાઓ અર્પણ કરવાનું સ્વીકાર્યું, એટલે સિધી ગ્રંથમાલાનો પ્રારંભ થયો અને ‘પ્રબંધ ચિંતામણિ” નામે પહેલો ગ્રંથ પ્રકાશિત થયો. શાંતિનિકેતનમાં જૈન છાત્રાવાસનો પણ મુનિજીએ પ્રારંભ કર્યો. આ બધાનો આર્થિક બોજો શ્રી બહાદુરસિંહ સિંધી ઉઠાવતા હતા. મુનિશ્રી શાંતિનિકેતનમાં લગભગ ત્રણ વર્ષ રહ્યા. બંગાળનાં હવાપાણી અનુકૂળ ન આવવાથી તેમણે પોતાનું કાર્યક્ષેત્ર શાંતિનિકેતનમાંથી મુંબઈ અથવા અમદાવાદ ખસેડવાનું નક્કી કર્યું. એ જ અરસામાં પંડિત સુખલાલજીના ઑપરેશન નિમિત્તે તેમને મુંબઈ જવાનું થયું. અહીં તેઓએ મુનશીજીના તીવ્ર અનુરોધથી ભારતીય વિદ્યાભવનના કાર્યમાં સહયોગ આપવાનું નક્કી કર્યું. સિધી જૈન ગ્રંથમાળાના કાર્યને પણ ભવનનાં કાર્ય સાથે સંયોજિન કર્યું અને બન્ને કાર્યોનું તેઓ સાથે સાથે કુશળતાપૂર્વક સંચાલન કરવા લાગ્યા.
ઈ. સ. ૧૯૪૨ના “ભારત છોડો' આંદોલનથી તેઓ વિરક્ત રહ્યા. તે દરમિયાન તેમને જેસલમેરના જ્ઞાનભંડારો વ્યવસ્થિત કરવાનું નિમંત્રણ મળ્યું એટલે તેઓ ત્યાં ગયા, અને લગભગ પાંચ મહિનાનો થિર વાસ કરીને આશરે ૨૦૦ ગ્રંથોની પ્રતિલિપિઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org