________________
સાહિત્યસમાલોચક શ્રી જુગલકિશોર મુખ્તાર “યુગવીર, ( ૧૨૯ વ્યકિતત્વ તથા કૃતિત્વની ઉપલબ્ધિઓ : આચાર્યશ્રી પ. જુગલકિશોરજીનું વ્યક્તિત્વ એક સાધક અને સ્વાધ્યાયનિષ્ઠ તપસ્વીનું ગણી શકાય. તેમના વ્યક્તિત્વમાં આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસ પ્રચૂર માત્રામાં જોઈ શકાય છે. તેઓ હંમેશાં પરીક્ષાપ્રધાની શ્રદ્ધાવાન રહ્યા છે, અંધવિશ્વાસ કે શિથિલાચારને તેઓશ્રીએ જીવનમાં કદી સ્થાન આપ્યું નથી. જ્યાં જ્યાં તેમણે અંધવિશ્વાસ, પાખંડ અને વિકૃતિઓ જોઈ, ત્યાં ત્યાં તેમણે દેઢતાથી તેનો સામનો કર્યો અને નિર્ભીક થઈને તેનું ખંડન કર્યું.
જીવનોત્થાન માટે અત્યંત આવશ્યક એવા પરિશ્રમ અને અધ્યવસાય જેવા સદ્ગુણોનો સુંદર સમન્વય આપણને મુખારસાહેબના જીવનમાં જોવા મળે છે. તેમના જેટલો પરિશ્રમી અને નિ:સ્પૃહતાપૂર્વક જિનવાણીની ઉપાસના કરનાર સાધક લાખોમાં એકાદ જ જોવા મળે છે. સાચે જ તેમનું મસ્તિષ્ક જ્ઞાનીનું, હૃદય યોગીનું અને શરીર કૃષકનું હતું.
લોકસેવા અને સાહિત્ય-સેવામાં પ્રવૃત્ત જુગલકિશોરજી પોતાની સાહિત્ય-સાધના દ્વારા એટલું બધું અંતિહાસિક અને મહત્ત્વપૂર્ણ કાર્ય કરી ગયા છે કે શતાબ્દીઓ સુધી જૈનપરંપરામાં તેઓ અમર રહેશે.
| મુન્નારસાહેબનું વ્યક્તિત્વ ઉદાત્ત છે, બહુમુખી છે. તેમના વ્યક્તિત્વમાંથી હરહંમેશ શાનની ધારા પ્રવાહિત રહી છે. એક જ્ઞાની, સમાજસુધારક, દેઢ અધ્યવસાયી કવિ, નિબંધકાર, ઇતિહાસકાર અને સાહિત્યકાર તરીકેની તેમની બહુમુખી પ્રતિભા યુગોયુગ સુધી નવી પેઢીઓને પ્રેરક બની રહેશે.
૫/અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org