________________
ગુરુ ગોપાલદાસજી બરૈયા
૫૧
તેમનાં ધર્મપત્નીનો સ્વભાવ વિચિત્ર હતો. તેઓ પંડિતજીને જરા પણ સહયોગ આપતાં ન હતાં. કલેશ ઉત્પન્ન થાય તેવું જ તેમનું કાયમી વર્તન હતું. પંડિતજીના કાર્યમાં મદદરૂપ થઈ તેમની પ્રતિષ્ઠા વધારવામાં તેમણે કોઈ યોગદાન આપ્યું નહીં કે બીમારીમાં પણ સેવાનો લાભ લીધો નહીં. તેમને જોઈને સોક્રેટિસની પત્નીની યાદ આવી જાય છે.
ઉપસંહાર : બાહ્યા વ્યક્તિત્વમાં તદ્દન સીધાસાદા અને દેખીતા પ્રભાવ વિનાના આ મહાપુરુષનું અંતરંગ–યક્તિત્વ અને ગુણગરિમા અત્યંત ઉન્નત અને લોકોત્તર હતાં. જેનોની બુઝાઈ રહેલી જ્ઞાનજ્યોતિને તેમણે સ્થિર કરીને પુનર્જીવિત કરી. તેમનામાં પાંડિત્યનું આત્મગૌરવ હતું, તો સાથે સાથે એક સાચા સાહિત્યકાર-કળાકારની ધૂન અને મસ્તી પણ હતાં.
ધર્મપ્રભાવનાના હેતુથી સંયુક્ત પ્રાંતના કાશી-સહિત વિવિધ જિલ્લાઓમાં, મધ્યપ્રદેશના છત્તરપુર, કટની, રાયપુર, ઇન્દોર વગેરે જિલ્લાઓમાં, રાજસ્થાનના જયપુર, અજમેર આદિ જિલ્લાઓમાં તથા શેત્રાંજયાદિ-મહાતીર્થસહિત ભારતનાં મુખ્ય ત્રણ મહાનગરો-મુંબઈ, દિલ્હી તથા કલકત્તામાં–વિવિધ વાદ-પ્રતિવાદ સભાઓમાં, ધર્મગોષ્ઠીઓમાં, સામાજિક સંસ્થાઓમાં, પંચકલ્યાણક–પ્રતિષ્ઠાઓમાં, સમાજસુધારણાની બેઠકોમાં અને સૌથી વધારે તો જૈન-વિદ્યાના સર્વતોમુખી પ્રચારપ્રસારમાં લગભગ પચીસ વર્ષ સુધી તેઓએ જે પ્રકારે નિઃસ્વાર્થભાવથી અવિરત શ્રમ કર્યો તેનાથી જૈન સમાજ, જૈનધર્મ, જૈનદર્શન અને જૈન વિદ્યાની ઉપાસના પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષાયું.
સ્વ. પં. માણિચંદજી કૌદેય, સ્વ. પં. બંસીધરજી ન્યાયાલંકાર, સ્વ.પં. ખૂબચંદજી શાસ્ત્રી, સ્વ. પં. દેવકીનંદનજી શાસ્ત્રી, સ્વ. પં. મકખનલાલજી શાસ્ત્રી અને સ્વ. પં. કૈલાસચંદ્રજી ઇત્યાદિ આગલી પેઢીના તથા સર્વશ્રી પ. જગન્મોહનલાલજી, પં. દરબારીલાલ કોઠિયાજી, પ. ફૂલરાંદજી શાસ્ત્રી, પ. પન્નાલાલજી ઇત્યાદિ વર્તમાન પેઢીના જે જે મહાન સરસ્વની ઉપાસકો થયા તેમના આદ્યજનક તરીકે અને સુ. શ્રી ગણેશપ્રસાદજી વર્ણી જેવા મહાન ધર્માત્માઓના વિદ્યાગુરુ તરીકે તેઓનું સ્થાન સન્માનનીય છે. આજે તેમનો પાર્થિવ દેહ ન હોવા છતાં તેમની શિષ્ય—પ્રશિષ્ય-પરંપરાથી તેઓ જૈન સમાજમાં હંમેશ માટે અમર પદને પામી ગયા છે.
૧. ધર્મ: ગુરુ ગોપાળદાસજીની ઉન્નત વિચારધારા - જે વ્યક્તિ ગયુક્ત થઈને અન્ય સંપ્રદાયવાળા ધર્માત્માનો તિરસ્કાર કરે છે, ને પોતાના જ ધર્મનો તિરસ્કાર કરે છે. લૌકિક અને પારમાર્થિક, આ બન્ને પ્રકારના સુખનો અદ્વિતીય હેતુ માત્ર ધર્મ જ છે.
જયારે કોઈ વ્યક્તિ એક પૈસાનું માટલું લે છે ત્યારે પણ ખૂબ ટકોરા વગાડીને તેની પરીક્ષા કરીને લે છે. આ પ્રમાણે ધર્મસાધના કરવાવાળાએ પહેલાં ધર્મની પરીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org