________________
षड्दर्शन समुद्यय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
३९५
ઈશ્વરવાદ (ઉત્તરપક્ષ) : જોકે સાધારણરૂપથી પરંપરા-પ્રવાહની દૃષ્ટિએ જગત અનાદિ કહેવાય છે. પરંતુ આ જગતની અંતર્ગત રહેનારા વૃક્ષ, ઘટાદિ આદિ (વિશેષરૂપથી વિચાર કરતાં) સાદિ તથા કાર્યરૂપ છે. કારણ કે જગતનું વિશેષ સ્વરૂપે જોઈએ તો એક ઉત્પન્ન થાય છે, એક મૃત્યુ પામે છે, એકનો અંકુરો ફૂટે છે, એક કરમાય છે, એક બાળકમાંથી તરૂણ થાય છે, એક તરૂણમાંથી વૃદ્ધ થાય છે. આ રીતે વિશેષ દૃષ્ટિએ પ્રવાહિજગત કાર્ય પણ કહેવાય છે અને આ અગણિત કાર્યોને છોડીને જગત જેવું બીજું છે પણ શું? આ રીતે જગત કાર્ય પણ છે અને ઈશ્વર તેના સર્જનહાર છે.
જૈન (ઉત્તરપક્ષ) : સમસ્તજગત પ્રવાહની અપેક્ષાએ અનાદિ હોવા છતાં તદન્તર્ગત વસ્તુઓ નિત્ય નવા નવા સ્વરૂપને ધારણ કરતી (તમારી દૃષ્ટિએ) સાદિ અને કાર્યરૂપ છે, તો આ યુક્તિથી તો સ્વયં મહેશ્વર તથા પરમાણુઆદિ નિત્યપદાર્થ પણ કાર્યરૂપ બની જશે. તે આ રીતે - મહેશ ઉત્પન્ન નથી થતા, અનાદિ છે. પરંતુ તેમનામાં રહેવાવાળી બુદ્ધિ, ઇચ્છા વગેરે તો ઉત્પન્ન થતી અને નાશ થતી જોવાય છે. તે જ રીતે પરમાણુ અનાદિ હોવા છતાં પણ અગ્નિના સંયોગથી તેના શ્યામરૂપનું લાલરૂપમાં પરિવર્તન થતું જોવાય છે. આમ જગત અંતર્ગત વૃક્ષાદિ કાર્યરૂપ હોવાથી જગત કાર્યરૂપ બની જતું હોય, તો મહેશ અંતર્ગત બુદ્ધિ આદિ કાર્યરૂપ હોવાથી મહેશ પણ કાર્યરૂપ બની જશે. તેથી કાર્યરૂપ મહેશની ઉત્પત્તિ બીજા બુદ્ધિમાન કર્તાથી થશે. બીજાની ઉત્પત્તિ ત્રીજાથી, ત્રીજાની ચોથાથી, એમ (અપ્રામાણિક અનંતપદાર્થોની કલ્પનારૂપ) અનવસ્થા નામનો દોષ આવશે. તથા તમારા શાસ્ત્રોમાં ઈશ્વર અને પરમાણુને નિત્યદ્રવ્ય માન્યા છે. પરંતુ તમારી ઉપરોક્તયુક્તિથી કાર્ય સિદ્ધ થવાના કારણે અનિત્ય બની જવાથી સિદ્ધાન્ત વિરુદ્ધ કથન થવાથી અપસિદ્ધાંતદોષ પણ આવશે.
અથવા, જગતને કોઈપણરીતે કાર્ય માની પણ લઈએ. પરંતુ તમે સામાન્ય હેતુથી જગતને ઇશ્વર રચિત માનો છો ? કે વિશેષ પ્રકારના કાર્યસ્વરૂપહેતુથી જગતને ઈશ્વરરચિત માનો છો ?
સામાન્યરૂપ હેતુથી જગત્કર્તા તરીકે ઈશ્વરને માનશો તો, ઈશ્વરમાં બુદ્ધિમતુકર્તુત્વની સિદ્ધિ થઈ શકશે નહિ, કારણકે સાધારણ(સામાન્ય)રૂપ કાર્યત્વ હેતુથી તો સાધારણકર્તાની સિદ્ધિ થઈ શકે, પરંતુ વિશેષ સર્વજ્ઞકર્તાની સિદ્ધિ ન થઈ શકે. કેમકે સાધારણ કાર્યત્વની સાધારણ કર્તા સાથે વ્યાપ્તિ છે. પરંતુ સાધારણ કાર્યત્વની ઈશ્વર જેવા સર્વજ્ઞત્વાદિ ગુણોથી યુક્ત વિશેષ કર્તા સાથે વ્યાપ્તિ નથી. આથી સામાન્ય કાર્યવહેતુથી કોઈપણ કર્તાની સિદ્ધિ થઈ જતાં, તમને ઇષ્ટ ઈશ્વરની સિદ્ધિ થતી નથી. તેથી કાર્યવહેતુ સાધ્યથી વિરુદ્ધને સિદ્ધ કરતો હોવાથી વિરુદ્ધ છે તથા કાર્ય કોઈને કોઈ કર્તાથી ઉત્પન્ન થાય છે, આ વાત તો સર્વસંમત છે. આથી તમારો