________________
षड्दर्शन समुशय भाग- २, श्लोक - ४५-४६, जैनदर्शन
३९३
જાય.
કાર્યના બુદ્ધિમત્કર્તા તરીકે બીજાને માનવા પડશે. તે અપરનાકર્તા તરીકે ત્રીજાવ્યક્તિને માનવા પડશે. તે ત્રીજાવ્યક્તિના કર્તા તરીકે ચોથાવ્યક્તિનો સ્વીકાર કરવો પડશે. આ રીતે અનવસ્થા (અપ્રમાણિક અનંતવ્યક્તિઓની કલ્પનારૂપ)દોષ આવી પડશે અને ઈશ્વરને અવિકારી માનશો તો જગતના સઘળાયે વિચિત્રકાર્યો અતિદુર્ઘટ બની જશે. અર્થાત્ ઈશ્વરને અવિકારી માનવામાં કાર્યકારિત્વ અતિવિષમ બની જશે. કહેવાનો આશય એ છે કે -- “જે વિકાર હોય તે કાર્ય કહેવાય” આવું તમે કહેશો તો જગતનું સર્જન, રક્ષણ અને વિલય કરતા ઈશ્વર પણ કાર્ય બની જશે. અર્થાત્ જે વખતે ઈશ્વર જગતનું સર્જન કરતા હશે, ત્યારે તેમાં સર્જકસ્વભાવ હશે. પરંતુ જગતનું રક્ષણ કરતી વખતે તેમનો સર્જનહાર તરીકેનો સ્વભાવ નહિ હોય. પરંતુ રક્ષક તરીકેનો સ્વભાવ હશે. વળી જ્યારે સૃષ્ટિનો વિનાશ કરતા હશે, ત્યારે સૃષ્ટિનાશકનો સ્વભાવ હશે. તેથી તેમના સ્વભાવો બદલાતાં તે વિકારી સિદ્ધ થશે. કારણકે જે એક ભાવમાંથી અન્યથાભાવમાં
તે વિકારી કહેવાય છે. આથી ઈશ્વર વિકારી બનશે અને તમારા કાર્યના લક્ષણાનુસાર ઈશ્વર પણ વિકારી હોવાથી કાર્યરૂપ બનશે. જે કાર્ય હોય તેના કોઈ કર્તા હોય જ છે. આથી ઇશ્વરના કર્તા તરીકે બીજા બુદ્ધિમાનૂકર્તા માનવા પડશે, તેમના કર્તા તરીકે ત્રીજા, ત્રીજાના કર્તા તરીકે ચોથા બુદ્ધિમાનકર્તા માનવા પડશે. આ રીતે અપ્રમાણિક અનંતપદાર્થોની કલ્પનાસ્વરૂપ અનવસ્થાદોષ આવી પડશે.
જો ઈશ્વરને અવિકારી માનશો તો સૃષ્ટિસર્જન, સૃષ્ટિરક્ષણ અને સૃષ્ટિનાશનું કાર્ય થઈ શકશે. નહિ. કારણકે જેના સ્વભાવમાં ફેરફાર ન થાય તે અવિકારી કહેવાય છે. તેથી ઈશ્વરને અવિકારી માનશો તો ક્યાં તો તેનો એક સર્જનહાર સ્વભાવ જ માનવો પડશે. તેના યોગે તે ઈશ્વર દ્વારા રક્ષણ-પ્રલયનું કાર્ય થઈ શકશે નહિ. વળી એક સ્વભાવવાળા ઈશ્વર ઘટ બનાવતા હશે, ત્યારે તેમના એકસ્વભાવના કારણે ઘટ જ બનાવી શકશે, બીજા પદાર્થો બનાવી શકશે. નહિ. અને બનાવશે તો ઘટ જેવા જ બધા પદાર્થો બની જશે. આથી જગતના કાર્યોમાં દેખાતી વિચિત્રતા ઘટશે નહિ અને અનવસ્થા ઉભી થશે. જે તમને પણ ઇષ્ટ નથી. આથી ચોથો વિકલ્પ પણ ઉચિત નથી.
कार्यस्वरूपस्य विचार्यमाणस्यानुपपद्यमानत्वादसिद्धः कार्यत्वादित्ययं हेतुः । किं च, कादाचित्कं वस्तु लोके कार्यत्वेन प्रसिद्धम् । जगतस्तु महेश्वरवत्सदा सत्त्वात्कथं कार्यत्वम् ? तदन्तर्गततरुणतृणादीनां कार्यत्वात्तस्यापि कार्यत्वे महेश्वरान्तर्गतानां बुद्धयादीनां परमाण्वाद्यन्तर्गतानां पाकजरूपादीनां च कार्यत्वात्, महेश्वरादेरपि कार्यत्वानुषङ्गः । तथा चास्याप्यपरबुद्धिमद्धेतुकत्वकल्पनायामनवस्थापसिद्धान्त-श्चानुषज्यते । अस्तु वा यथा कथंचिज्जगतः कार्यत्वं, तथापि कार्यत्वमात्रमिह हेतुत्वेन विवक्षितं तद्विशेषो