________________
षड्दर्शन समुझय भाग-२, श्लोक - ४५-४६, जैनदर्शन
३९१
સાવયવ કોને કહેવાય ? (૧) શું જે પદાર્થ અવયવોમાં રહે તેને સાવયવ કહેવાય છે ? અથવા (૨) શું જે પદાર્થ અવયવોના સંયોગથી ઉત્પન્ન થયો હોય, તેને સાવયવ કહેવાય છે. અથવા (૩) શું જે પદાર્થના અવયવ – પ્રદેશો વિદ્યમાન હોય તેને સાવયવ કહેવાય છે ? અથવા (૪) શું આ અવયવવાળો છે” આવી બુદ્ધિ ઉત્પન્ન થાય તે સાવયવ કહેવાય છે. ?
તેમાં પ્રથમપક્ષ કહેશો તો અર્થાત્ અવયવોમાં રહે તે સાવયવ હોવાથી કાર્ય કહેવાય છે, તેમ કહેશો તો અવયવોમાં રહેનારા અવયવત્વસામાન્યથી આ લક્ષણ વ્યભિચારી (અનૈકાન્તિક) બની જશે. કારણ કે “આ અવયવ છે', “આ અવયવ છે' આવી અનુગતબુદ્ધિ દ્વારા જેનું જ્ઞાન થાય છે તે અવયવત્વ નામની જાતિ તમારા (નૈયાયિકોના) મતે નિત્ય છે. આથી તે કાર્ય તો બની શકશે જ નહિ. તે અવયવત્વજાતિ અવયવોમાં રહેવાની સાથે સાથે વિપક્ષભૂત નિત્યઅકાર્યમાં પણ લક્ષણ જવાથી તે વ્યભિચારી છે. વળી અવયવત્વ અવયવોમાં રહેવા છતાં પણ તમારા મતે તે નિરવયવ = નિરંશ છે. તેના અવયવ નથી.
બીજો પક્ષ સ્વીકારશો તો હેતુ સાધ્યમ બનશે. અર્થાત્ “જે અવયવોથી ઉત્પન્ન થાય તે સાવયવ કહેવાય.'-આવા બીજા પક્ષમાં હેતુ સાધ્યની સમાન અસિદ્ધ જ છે. જેમ હજું પૃથ્વી આદિને કાર્ય તરીકે સિદ્ધ કરવાના છે, તેમ તે પૃથ્વી આદિના પરમાણુ વગેરે અવયવોમાં ઉત્પન્ન થાય છે તે પણ સિદ્ધ કરવાનું બાકી જ છે. તેની સિદ્ધિ હજું થઈ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે – જે પ્રકારે પૃથ્વી આદિમાં) કાર્યત્વ વિવાદમાં છે, અસિદ્ધ છે, તે જ રીતે તે અવયવોથી ઉત્પન્ન થયેલ છે તે વાત પણ વિવાદ જ છે. કારણકે કાર્ય કહો કે અવયવોથી ઉત્પન્ન થવાવાળા કહો, બંને એક જ વાત છે. એટલે કાર્યતરીકે સિદ્ધ થાય તો આપોઆપ અવયવોથી ઉત્પન્ન થવાવાળું છે.” આ વાત સિદ્ધ થાય છે. પરંતુ કાર્યત્વમાં જ વિવાદ હોવાથી, “અવયવોથી ઉત્પન્ન” આ વાતમાં પણ વિવાદ ઉભો જ છે. તેથી દ્વિતીયપક્ષમાં સાધ્યસમ અર્થાત્ સાધ્યની સમાન અસિદ્ધ છે.
તૃતીયપક્ષમાં આકાશનેલઈને લક્ષણ અનૈકાન્તિક (વ્યભિચારી) બને છે. અર્થાત્ પ્રદેશવાળું હોવાથી તે કાર્ય સાવયવ છે.” આ પક્ષમાં લક્ષણ વ્યભિચારી છે. કારણ કે આકાશ સપ્રદેશી હોવા છતાં પણ અકાર્ય છે. અર્થાતું આકાશ નિત્ય હોવાછતાં પણ “આ ઘટાકાશ”, “આ મઠાકાશ” અને “આ પટાકાશ' છે-આવા પ્રદેશો પડે છે. આથી તૈયાયિકોએ આકાશ નિત્ય હોવા છતાં સપ્રદેશી માન્યું છે અને નિત્ય હોય તે અકાર્ય હોય છે. આથી લક્ષણ અતિવ્યાપ્ત થઈ જાય છે.
આકાશનું સપ્રદેશીપણું આગળઉપર સિદ્ધ કરવામાં આવશે. ચોથા પક્ષમાં પણ આકાશને લઈને લક્ષણ અનેકાન્તિક (વ્યભિચારી) બને છે. અર્થાત્ ‘આ