________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : આત્મા અક્ષરે ય બોલી શકે એમ છે જ નહીં. ત્યારે શી રીતે વાણી નીકળે છે ? આ વિશેષભાવ ઉત્પન્ન થયો છે. આત્મા અને પુદ્ગલ, આ બે ભેગા થવાથી આ વિશેષભાવ ઉત્પન્ન થયો છે. એ વિશેષ ભાવ કેમ થયો છે ? પોતે એવું કરે નહીં. પણ બીજા સાયટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થયા છે. આ અજ્ઞાનદશા ખરી ને, તે અજ્ઞાનદશાથી વિશેષભાવો ઉત્પન્ન થાય છે. જેમ લોખંડની પર કાટ ચઢે છે તેમાં લોખંડ કાટ ચઢાવતું નથી, બીજા આ બહારના સંજોગોથી છે. એવી રીતે આ વિશેષભાવ થાય છે. એ વિશેષભાવથી પછી આ ધીમે ધીમે સંજ્ઞારૂપે સૂચવે છે. સંજ્ઞામાંથી એમ થતાં થતાં કોડવર્ડ તૈયાર થાય છે. પોતે સંજ્ઞાથી બતાવવા જાય છે. તે દેહની સંજ્ઞા આમાં નથી હોતી, મહીં પોતાની ભાવસંજ્ઞા હોય છે.
પ્રશ્નકર્તા : પણ એ સંજ્ઞા થાય છે કેવી રીતે ? આત્મા કરે છે ?
દાદાશ્રી : આત્માની હાજરીથી અહંકારના ભાવ અને બુદ્ધિના ભાવ થાય છે. એ ભાવ થાય છે એ સંજ્ઞા કહેવાય છે. પહેલી સંજ્ઞા ઉપરથી આખી ટેપ ઊતરે છે. પછી ટેપ બહાર પડે છે આ. જો કે સંજ્ઞા તો ‘ત્યાંથી’ જ પ્રાપ્ત થયેલી છે. પણ આત્મા તો ચોખ્ખો જ છે, સ્વભાવથી જ ચોખ્ખો છે.
એ ભાષા સંજ્ઞારૂપે પ્રશ્નકર્તા: મૂળ વાણી ટેપ કેવી રીતે થાય, તેનો આપણને ખ્યાલ આવે કે નહીં ?
દાદાશ્રી : આમ એ ખ્યાલ આવે નહીં. બાકી મૂળ વાણી જ નથી હોતી. મૂળ પોતાની સંજ્ઞા છે. વાણી એ પરિણામ છે.
પ્રશ્નકર્તા : સંજ્ઞા એટલે શું ?
દાદાશ્રી : ખાલી સંજ્ઞા જ છે. જેમ મૂંગો માણસ હોય, તે ‘આ’ હાથ કરે. બીજો મૂંગો માણસ હોય, તે “આમ” હાથ કરે. આપણે સમજીએ કે કશું બોલ્યા નથી એ બન્ને. પણ પછી આપણે તપાસ કરીએ ત્યારે એ
બેઉ જણ સામસામી સ્ટેશન પર ભેગા થઈ ગયા હોય. એમણે શું વાત કરી એ આપણને શું ખબર પડે ? આપણને ખબર ના પડે. એ સંજ્ઞાથી એમની ભાષામાં વાત કરી. એવી અંદર મૂંગાની ભાષા જેવી ભાષા ચાલે છે. તેના ઉપરથી આ ટેપ બહાર નીકળે છે.
કોડવર્ડ બન્યા પુગલમાં ! આ રૂપી તત્ત્વ એવું છે કે આ બાજુ ‘પોતે' સહેજ સંજ્ઞા કરે એટલે આ રૂપી તત્ત્વ તરત એવું ઊભું થઈ જ જાય. જેમ પેલું ટેલિવિઝન આવે છે ને એમાં બધું થાય છે ને ? જેમ વેવની (waveની) અસર પેલામાં થાય છે ને ? એવી રીતે આમાં એની મેળે અસર થઈ જ જાય. ‘આત્મા’ને કશું કરવું નથી પડતું. ‘પોતાનો’ શું કરવાનો આશય છે, તે સંજ્ઞા પરથી કોડવર્ડ થઈ જાય છે. એ સંજ્ઞા જોઈ અને સંજ્ઞા પકડીને કોડવર્ડ થઈ જાય છે પેલા પુદ્ગલમાં. પરમાણુમાં એ પોતે બોલતો નથી, પણ “મારે પેલાને આવું કહેવું છે, સામાને આ વાત સમજાવવી છે” એવો ભાવ ઉત્પન્ન થાય છે. તે ય શબ્દ છે નહીં. ભાવ ઉત્પન્ન થયો ને, એને ભાવસંજ્ઞા કહી. તે ભાવ ઉત્પન્ન થયો કે તેની સાથે તરત જ કોડવર્ડ એની મેળે જ પુદ્ગલમાં તૈયાર થયા કરે. તમારે કોર્ટમાં સારી રીતે બ્લિડિંગ કરવું હોય તો તમારે એ કોડવર્ડ એવો છપાય. તે પછી સરસ પ્લિડિંગ થાય. ‘મારે લડવું છે. જૂઠાં કેસ જીતવા છે' એવો ભાવ થાય તો એવી ટેપ તૈયાર થઈ જાય. પછી એ એવું બોલે, તે પછી લોક કહેશે, “શું એનું બ્રેઈન છે ” અલ્યા, ન હોય બ્રેઈન ! આ તો ટેપરેકર્ડ બોલે છે. આપણે એવો ભાવ નક્કી કર્યો કે “આપણે ઓફિસરને છેતરીને લેવું છે' એવો ભાવ નક્કી કર્યો તો એવી રીતે ટેપ થઈ જાય, એટલે ભાવ પ્રમાણે ટેપ તૈયાર થઈ જાય. બાકી એને કંઈ શબ્દેશબ્દ ટેપ કરવો પડતો નથી.
કોડવર્ડમાંથી શોર્ટહેન્ડ ! આ અહંકાર છે ને, તે આત્માની હાજરીમાં જે જે બોલવાના કંઈ પ્રયત્નો કરે છે તે ટાઈપ થઈ જાય છે એ ભાષા આપણને ના સમજાય, પણ એ ટાઈપમાં સમજી જાય. ટાઈપ થયા પછી એ ભાષા એવી ઝીણી ભાષા હોય, બહુ ઝીણી હોય. ઝીણી એટલે અવાજમાં લૉ(ધીમી) નહીં,