________________
વાણીનો સિદ્ધાંત
કહો કે ઈલાયચી આપો. ત્યારે ઈલાયચી મળે. ત્યારે ખબર પડે કે ભઈ, આ દુકાનમાં ઈલાયચી છે. નહીં તો તમે તો એમ જ જાણો કે આ દુકાનમાં દરાખ ને ચારોળી ને એ બધું જ મળે છે. અને ઈલાયચી તમે માંગો ત્યારે અમે કાઢી આપીએ. ત્યારે તમે કહો કે આ પહેલી વખત આ વાત નીકળે છે. હતી જ મહીં ઈલાયચી તો !
આત્મોલ્લાસ, બંધાવે પુણ્ય !
૧૪૭
પ્રશ્નકર્તા : બહુ જ આનંદ થયો.
દાદાશ્રી : આનંદ તો થાય ને ! અને આ પોતાના ઘરની જ વાત છે ને ! આ વાત મારી નથી. અને તે આ વાત હું કરતો નથી, ટેપરેકર્ડ
છે આ !
આટલી બધી વાત કરી, એમાં નથી આ પુદ્ગલની વાત, નથી વ્યક્તિગત વાત કે નથી સંસારી વાત. આ તો આત્માની જ વાત હતી. બોલો, હવે એ આત્માની વાત અને તે ય તદન ઉલ્લાસભેર સાંભળે. આત્માની પ્રાપ્તિ તો વધી ગઈ પણ ઉલ્લાસભેર વાણી સાંભળે, એટલે પુછ્યના પરમાણુ બધે બહારથી ખેંચાય અને તે કામ કાઢી નાખે. અને આ છોકરો પૈણે છે ત્યારે ઉલ્લાસ હોય છે, એ ય પુણ્યના પરમાણુ ખેંચાય બહારથી. પણ પેલા સંસારી પરમાણુ.
પ્રશ્નકર્તા : પણ આ ઉલ્લાસ અને પેલા ઉલ્લાસમાં, તો આસમાનજમીનનો ફરકને ?
દાદાશ્રી : હા, એ ઉપાધિવાળા હોય, નહીં ? પણ તો ય ઉલ્લાસ ત્યાં આટલું ફળ આપે છે અને અહીંનો ઉલ્લાસ તો કેટલું ફળ આપે !!
܀܀܀܀܀
[3] મૌતતા માર્ગે
સાધકને મૌતની ઉપયોગીતા ખરી ?
પ્રશ્નકર્તા : મૌન, અલ્પાહાર, એકાંતવાસ, આ બધાં સાધનો ઉપયોગી ખરાં કે નહીં ?
દાદાશ્રી : ખરાં ને ! સાધકને ઉપયોગી ખરાં.
પ્રશ્નકર્તા : મૌન-ઉપવાસ એ મનની શાંતિ માટે સાધન ખરાં ?
દાદાશ્રી : મનની શાંતિ માટે સારું છે. મૌન કરવાથી માનસિક બળ વધે જરા. ઉપવાસ કરવાથી શારીરિક બળ વધે, મનોબળ વધે. આ બધું ફાયદાકર્તા જ છે. જે અનુકૂળ આવે, તે કરવું આપણે.
પ્રશ્નકર્તા : મૌન અને અમૌન, એ બેમાં શું ફેર ? મૌન તો સમજ્યા. પણ અમૌન કોને કહેવાય ?
દાદાશ્રી : આ બોલવું, એ અમૌન કહેવાય. બોલવું, બકવું, ભસવું, ભાંભરવું, આ બધું અમૌન કહેવાય.