________________
વાણીનો સિદ્ધાંત
૪૭૩
[૮]
દુઃખદાયી વાણીતાં ખપે પ્રતિક્રમણો !
પ્રશ્નકર્તા : જૂઠું બોલતાં અટકવું જોઈએ.
દાદાશ્રી : ના. જૂઠું બોલવાનો અભિપ્રાય જ છોડી દેવો જોઈએ અને જૂઠું બોલાઈ જવાય તો પશ્ચાત્તાપ કરવો જોઈએ કે ‘શું કરું ?! આવું જૂઠું ના બોલવું જોઈએ.’ પણ જૂઠું બોલાઈ જવું એ બંધ નહીં થઈ શકે. પણ પેલો અભિપ્રાય બંધ થશે. ‘હવે આજથી જૂઠું નહીં બોલું, જૂઠું બોલવું એ મહાપાપ છે, મહા દુ:ખદાયી છે અને જૂઠું બોલવું એ જ બંધન છે.” એવો જો અભિપ્રાય તમારાથી થઈ ગયો, તો તમારાં જૂઠું બોલવાનાં પાપો બંધ થઈ જશે. અને પૂર્વે જ્યાં સુધી આ ભાવ બંધ નહોતા કર્યા, ત્યાં સુધી જે એનાં ‘રિએકશન” (પ્રતિક્રિયા) છે એટલાં બાકી રહેશે. તેટલો હિસાબ તમારે આવશે. તમારે પછી તેટલું ફરજિયાત જૂઠું બોલવું પડશે, તો તેનો પશ્ચાત્તાપ કરી લેજો. હવે પશ્ચાત્તાપ કરો તો પણ પાછું જે જૂઠું બોલ્યા, તે કર્મફળનું ય ફળ તો આવશે અને પાછું તે તો ભોગવવું જ પડશે. તે લોકો તમારે ઘરેથી બહાર જઈને તમારી બદબોઈ કરશે કે, “શું આ ચંદુભાઈ, ભણેલા માણસ, આવું જૂઠું બોલ્યા ?! એમની આ લાયકાત છે ?!' એટલે બદબોઈનું ફળ ભોગવવું પડશે પાછું, પશ્ચાત્તાપ કરશો તો પણ. અને જો પહેલેથી પેલું પાણી બંધ કરી દીધું હોય, ‘કોઝિઝ’ જ બંધ કરી દેવામાં આવે, તો પછી ‘કોઝિઝ’નું ફળ અને તેનું પણ ફળ ના હોય.
એટલે આપણે શું કહીએ છીએ ? જૂઠું બોલાઈ ગયું પણ “એવું ના બોલવું જોઈએ” એવો તું વિરોધી છેને ? હા, તો આ જૂઠું તને ગમતું નથી એમ નક્કી થઈ ગયું કહેવાય. જૂઠું બોલવાનો તને અભિપ્રાય નથીને, તો તારી જવાબદારીનો “એન્ડ’ (અંત) આવી જાય છે.
પ્રશ્નકર્તા : પણ જેને જૂઠું બોલવાની ટેવ પડી ગઈ છે, એ શું કરે ?
દાદાશ્રી : એણે તો પછી જોડે જોડે પ્રતિક્રમણ કરવાની ટેવ પાડવી પડે. અને પ્રતિક્રમણ કરે, તો પછી જોખમદારી અમારી છે.
એટલે અભિપ્રાય બદલો ! જૂઠું બોલવું એ જીવનના અંત બરોબર છે, જીવનનો અંત લાવવા અને જૂઠું બોલવું એ બે સરખું છે, એવું ‘ડિસાઈડ’ (નક્કી) કરવું પડે. અને પાછું સત્યનું પૂછડું ના પકડશો.
ખાલી કરવાની આ “દુકાત'! પ્રશ્નકર્તા : તો પછી આ જિંદગી જીવવાની કેવી રીતે ? દાદાશ્રી : શી રીતે જીવાય છે એ જોવાનું.
પ્રશ્નકર્તા : તો પછી સાચું-ખોટું, એનું ડિસિઝન (નિર્ણય) કેવી રીતે લેવાનું ?
દાદાશ્રી : ‘ચંદુભાઈ’ કરે, તે જોયા કરવાનું. પ્રશ્નકર્તા: ‘ચંદુભાઈ’ ખોટું કરે તો વાંધો નહીં ?
દાદાશ્રી: ‘ચંદુભાઈ” જે કરે, એ ‘ડિસ્ચાર્જ સ્વરૂપ છે. એમાં ફેરફાર થાય એવો નથી. ‘ડિસ્ચાર્જ હંમેશાં ફેરફાર થાય નહીં. ઇફેક્ટમાં ફેરફાર ના થાય એવું તમે સાંભળેલું ? પરીક્ષા આપવામાં ફેરફાર કરી શકાય, પણ એના પરિણામમાં ફેરફાર થાય ખરું ?
પ્રશ્નકર્તા : ના.