________________
વાણીનો સિદ્ધાંત
૫૩૧
પ૩૨
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : હા, હા. મને ખબર છે.
દાદાશ્રી : હવે એ વાવમાં નીચે પગથિયે જઈ અને ત્યાં બૂમ મારીએ કે “તું ચોર છે', તો વાવ શું કહેશે ?
પ્રશ્નકર્તા : ‘તું ચોર છે' એમ જ કહે.
દાદાશ્રી : તો પછી આપણને ના ગમે. “કેમ તું મને ચોર કહે છે ?” ત્યારે ના ગમતું હોય તો આપણે એને કહેવું ‘તું રાજા છે.' તમને ગમે એ કહો. આ તમારું જ પ્રોજેક્શન છે બધું, ભગવાનનું પ્રોજેક્શન નથી. તમે વાવમાં જેમ બોલો છો, ને તમારો હિસાબ તમને પ્રાપ્ત થાય છે. આ વાવનો દાખલો તમને સમજાવવા માટે આપું છું. માટે આપણને જે ગમે તે લોકોની જોડે બોલો. લોકોને બદમાશ કહો તો બદમાશ સાંભળવું પડે !
પ્રશ્નકર્તા આપણને ગમે એવું બોલીએ, એટલે એવું જ આપણને સામેથી મળવાનું છે.
દાદાશ્રી : હા, એટલે કોઈ આવે અને તેને “કેમ છો’ ય ના બોલીએ તો એ બિચારો બેસે. અને તમે એવી રીતે એને ત્યાં જાવ તો, તે ય તમને આવું કરે એવી ઇચ્છા તમને હોય છે ? તમને શું ગમે છે ?
પ્રશ્નકર્તા : આપણને આવકાર આપે એ જ ગમે ને !
દાદાશ્રી : હા, તો તમારે ય પેલાને આવકાર આપવાનો. એટલે આ પડઘો છે. આપણને શું પોષાય છે, એ આપણે બીજાને આપો. શું ગુનો છે આ વાતમાં ? કાયદો સમજાય એવો નથી ?
વિધિની વાડ મૂકીને વાત ! પ્રશ્નકર્તા: વાણી બોલતી વખતે કેવા પ્રકારની જાગૃતિ રાખવી ?
દાદાશ્રી : જાગૃતિ એવી રાખવાની કે આ બોલ બોલવામાં કોને કોને કેવી રીતે પ્રમાણ દુભાય છે, એ જોવાનું છે.
પ્રશ્નકર્તા : સામા જોડે વાતચીત કરતી વખતે શું ધ્યાન રાખવું
જોઈએ ?
દાદાશ્રી : એક તો ‘એમની’ સાથે વાત કરવી હોય તો તમારે એમના “શુદ્ધાત્મા'ની પરવાનગી લેવી પડે કે એમને અનુકૂળ આવે એવી વાણી મને બોલવાની પરમ શક્તિ આપો. પછી તમારે દાદાની પરવાનગી લેવી પડે. એવી પરવાનગી લઈને બોલો તો પાંસરી વાણી નીકળે. એમ ને એમ બેફટ બોલ્યા કરો તો પાંસરી વાણી શી રીતે નીકળે ?
પ્રશ્નકર્તા : એમ વારે ઘડીએ ક્યાં એની પરવાનગી લેવા જાય ?
દાદાશ્રી : વારે ઘડીએ જરૂરે ય નથી પડતી ને ! જ્યારે એવી અવળી ફાઈલો આવે ત્યારે જરૂર પડે.
પ્રશ્નકર્તા : એટલે કે ફાઈલો મળતા પહેલાં, એની સાથે વાતચીત કરતાં પહેલાં આપણે આવી પરવાનગી લઈ લેવી ?
દાદાશ્રી : લઈ જ લેવી. ત્યાર પછી વાતચીત કરો. નહીં તો વાણી સારી નીકળે નહીં. કારણ કે જેવી ભરી હોય ને, એવી નીકળશે. પેલું મિકેનિઝમ ગોઠવ્યું ને, એટલે મિકેનિઝમનાં આધારે ફેરફાર થાય પછી. આ તો અંદર નર્યું મિકેનિઝમ છે. મિકેનિઝમ ગોઠવાયું એટલે પછી એની મેળે ચેંજ થઈને આવે પછી.
ચીકણી ફાઈલ સાથે કંઈ બોલવું હોય તો, પહેલાં એના શુદ્ધાત્મા જોઈ લેવા પછી મનમાં વિધિ બોલવી કે (૧) હે દાદા ભગવાન, (ફાઈલનું નામ) જોડે એના મનનું સમાધાન થાય એવું બોલવાની શક્તિ આપો. પછી (૨) બીજું આપણાં મનમાં બોલવું પડે કે હે ચંદુભાઈ, (ફાઈલ)ના મનનું સમાધાન થાય એવી વાણી બોલજો અને પછી (૩) ત્રીજું બોલવાનું કે, હે પદ્માવતી દેવી, (ફાઈલ)ના મનનું સમાધાન થાય, એમાં સર્વ વિઘ્નો દૂર કરો.
આ ત્રણ બોલીને વાત કરવાની. મનમાં ને મનમાં વાત કરતા પહેલાં અગર તો થોડી થઈ ગઈ હોય તો ય વાંધો નહીં, ગોઠવીને બોલવું. તમને ફાવશે ? તો વિરોધ ઊભો નહીં થાય ને ફાઈલનો નિકાલ થઈ જાય.